Crime

વાડીમાં આવેલ ઓરડીમાં ગંજીપતાનાં પાના-પૈસાથી તીનપત્તીનો જુગાર રમતાં દસ માણસોને રોકડ રૂ.૧,૮૦,૦૦૦/-નાં મુદામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને આગામી રથયાત્રા સંદર્ભે ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ગઇકાલ તા.૨૪/૦૭/૨૦૨૨નાં રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પો.હેડ કોન્સ. અરવિંદભાઇ બારૈયાને અગાઉ બાતમીરાહે મળેલ હકિકત આધારે દિનેશ પોલાભાઇ કંટારીયા રહે.ભુતેશ્વર તા.ઘોઘા જી.ભાવનગરવાળો હાલ-માલપર ગામની સીમમાં ઉપેન્દ્દસિંહ વિક્રમસિંહ ગોહિલ રહે.માલપર તા.ઘોઘા જી.ભાવનગર વાળાની વાડીએ ભાગીયા તરીકે કામ કરી તેનાં કબ્જા-ભોગવટાની વાડીએ આવેલ ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં લાભ સારુ નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવતાં હોવાની માહિતી આધારે રેઇડ કરતાં ગંજીપતાનાં પાના, ગોદડું તથા રોકડ રૂ.૧,૮૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ.જે અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓઃ-1. ધર્મેશ ઉર્ફે ધમો પ્રવિણભાઇ ચૌહાણ ઉ.વ.૨૪ રહે.ઝાઝરીયા હનુમાન મંદિર રોડ,મફતનગર, અધેવાડા તા.જી.ભાવનગર

2. સંજય કાળુભાઇ જાદવ ઉ.વ.૨૫ રહે.ઝાઝરીયા હનુમાન મંદિર રોડ,મફતનગર, અધેવાડા તા.જી.ભાવનગર
3. અજય કાનજીભાઇ જાદવ ઉ.વ.૨૭ રહે.જાદવ ફળી,બહુચરમાંનાં મંદિર પાછળ,અધેવાડા તા.જી.ભાવનગર
4. પ્રવિણ ઉર્ફે લાલો મુળજીભાઇ બારૈયા ઉ.વ.૨૩ રહે.કોટવાળ ફળી,બહુચરમાંનાં મંદિર પાછળ, અધેવાડા તા.જી. ભાવનગર
5. અરવિંદભાઇ વલ્લભાઇ મકવાણા ઉ.વ.૩૨ રહે.જુની પ્રાથમિક શાળા પાસે, અધેવાડા તા.જી.ભાવનગર
6. નાનુભાઇ માવજીભાઇ રાઠોડ ઉ.વ.૫૦ રહે.માલપર રોડ, તગડી તા.ઘોઘા જી.ભાવનગર
7. મહેશભાઇ મનજીભાઇ મેર ઉ.વ.૨૮ રહે.ઝાઝરીયા હનુમાન મંદિર રોડ,મફતનગર, અધેવાડા તા.જી.ભાવનગર
8. શૈલેષભાઇ ભગવાનભાઇ જાદવ ઉ.વ.૩૫ રહે.જાદવ ફળી,બહુચર માંનાં મંદિર પાછળ, અધેવાડા તા.જી.ભાવનગર
9. પૃથ્વીરાજસિંહ દિલીપસિંહ જાડેજા  ઉ.વ.૨૮ રહે.બહુચર માંનાં મંદિર પાસે, અધેવાડા તા.જી.ભાવનગર
10. દિનેશભાઇ હિરાભાઇ જાદવ ઉ.વ.૪૪ રહે.જાદવ ફળી,બહુચર માંનાં મંદિર પાછળ, અધેવાડા તા.જી.ભાવનગર
11. દિનેશ પોલાભાઇ કંટારીયા રહે.ભુતેશ્વર તા.ઘોઘા જી.ભાવનગર હાલ-ઉપેન્દ્દસિંહ વિક્રમસિંહ ગોહિલ રહે.માલપર તા.ઘોઘા જી.ભાવનગરવાળાની માલપર ગામની સીમમાં આવેલ વાડીમાં (પકડવાનો બાકી)
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં અરવિંદભાઇ બારૈયા, ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, ધર્મેન્દ્દસિંહ ગોહિલ, સંજયભાઇ ચુડાસમા, ડ્રાયવર પદુભા ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *