ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/ જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.
આજરોજ ભાવનગર, એલ.સી.બી.નાં પો.સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયાને બાતમીરાહે મળેલ હકિકત આધારે ગાધેસર રોડ ઉપર આવેલ વાડીએ રેઇડ કરતાં વાડીએથી (૧) કનુભાઇ જીણાભાઇ શિયાળ ઉ.વ.૩૩ ધંધો-ખેતી રહે. પીપરવાડી, તા.તળાજા જી.ભાવનગર (૨) પ્રકાશભાઇ દાનાભાઇ પરમાર ઉ.વ.૨૫ ધંધો-હિરા ઘસવાનો રહે.આહિર શેરી,બોરડા તા.તળાજા જી.ભાવનગરવાળાનાં કબ્જા ભોગવટાની વાડીમાં આવેલ છાપરામાંથી ભારતીય બનાવટનો મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી લખેલ કંપની સીલપેક કાચની બોટલ નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/-, મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૧૦,૫૦૦/- મળી કુલ રૂ.૩૯,૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી દાઠા પો.સ્ટેમાં પ્રોહિ. એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં કિરીટભાઇ પંડયા, જયરાજસિંહ જાડેજા, મહેન્દ્દભાઇ ચૌહાણ, અલ્તાફભાઇ ગાહા,રવિરાજસિંહ ગોહિલ તથા ડ્રાયવર જગદિશસિંહ ગોહિલ