Crime

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનાં ગુન્હાઓમાં ઝડપાયેલ બે ઇસમોને પાસા હેઠળ જેલમાં મોકલી આપતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા,પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર ની પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમોને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે સુચના આપવામાં આવેલ હતી.
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા અગાઉ ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસરની પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી,ભાવનગરનાંઓ તરફ મોકલી આપવામાં આવેલ હતી.જે અંગે જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી,ભાવનગરનાંઓએ ઉપરોકત દરખાસ્ત માન્ય રાખી નીચે મુજબનાં ઇસમોને પાસા હેઠળ અટકાયત કરી તેઓને રાજયની અલગ-અલગ જેલોમાં મોકલી આપવામાં આવેલ હતાં.

પાસા હેઠળ અટકાયત કરાયેલ આરોપીઓઃ-
૧. રાહુલ ઉર્ફે લાલો લખમણભાઇ બારૈયા ઉ.વ.૨૩ રહે.રામદેવ પેટ્રોલ પંપની પાછળ,ચિત્રા, ભાવનગર (મધ્યસ્થ જેલ,સાબરમતી,અમદાવાદ)
૨. કરશનભાઇ પ્રવિણભાઇ મકવાણા ઉ.વ.૨૫ રહે.પ્લોટ નં.૭૫, ખારશી, તરસમીયા રોડ,ભાવનગર (મધ્યસ્થ જેલ, વડોદરા)

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં હરગોવિંદભાઇ બારૈયા, હિતેશભાઇ મકવાણા, રવિરાજસિંહ ગોહિલ, વનરાજભાઇ ખુમાણ, રાજપાલસિંહ સરવૈયા, ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ તથા સંજયભાઇ ચુડાસમા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *