bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ની જબરદસ્ત કામગીરી રોકડ રૂ.૧૪,૭૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તિન પત્તીનો જુગાર રમતાં બે માણસોને ઝડપી લીધાં .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૯/૧૨/૨૦૨૩નાં રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન જુગાર અંગે મળેલ માહિતી આધારે ભાવનગર,કુંભારવાડા,નારીરોડ,રામદેવનગર,બહુચરમાના ચોકમાં જાહેર જગ્યામાં રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો જુગાર રમતા પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ બોરતળાવ પો.સ્ટે. માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓ

1. હરેશભાઈ પ્રેમજીભાઈ મેર ઉ.વ.૨૭ રહે.કુંભારવાડા, રામદેવનગર, બહુચરાજી માતાનો ચોક પાસે, ભાવનગર
2. હર્ષદભાઈ લખમણભાઈ બારૈયા ઉ.વ.૨૪ રહે.અક્ષરપાર્ક, ૮૦ ફુટ રોડ,શેરી નં.૨૮,પ્લોટ નં.૯૧૩,ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૧૪,૭૦૦/- મળી કુલ કિ.રૂ.૧૪,૭૦૦/- નો મુદ્દામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ માં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ.ઈન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,તથા સ્ટાફનાં વનરાજભાઈ ખુમાણ,લગ્ધીરસિંહ ગોહીલ,વિશ્વજીતસિંહ ઝાલા વગેરે જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

1 of 104

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *