bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૩૫૭ તથા બિયર ટીન નંગ-૨૪૦ કિ.રૂ.૨,૬૩,૩૯૪/- સહિત કુલ કિ.રૂ.૭,૬૬,૧૦૪/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડયા

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૬/૧૨/૨૦૨૪ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, મનોજગીરી ભુપતગીરી ગૌસ્વામી તથા પ્રભાત ભોળાભાઇ ચૌહાણ રહે.મહુવા જી.ભાવનગરવાળા અશોક લેલન્ડ કંપનીના આગળ-પાછળ રજી.નંબર-GJ-04-X 5943 માં બહારનાં રાજયમાંથી શેરડીની આડમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક લઇને કોબડી ટોલનાકા પસાર કરી મહુવા તરફ જવાનાં છે.જે બાતમી આધારે વોચમાં રહેતાં નીચે મુજબના ટ્રકમાં શેરડીની આડમાં ભરેલ નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી પ્લાસ્ટીક/ કાચની કંપની સીલપેક ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલ બોટલો તથા બિયર ટીનનો જથ્થો મળી આવેલ. તેઓ વિરૂધ્ધ ભાવનગર, વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઓઃ-
1. મનોજગીરી ભુપતગીરી ગૌસ્વામી ઉ.વ.૩૮ ધંધો-ડ્રાયવીંગ રહે.પ્લોટ નંબર-બી/૭, વિદ્યાનગર સોસાયટી, રેલ્વે સ્ટેશન પાછળ, મહુવા જી.ભાવનગર
2. પ્રભાત ભોળાભાઇ ચૌહાણ ઉ.વ.૩૦ ધંધો-કલીનર રહે.પ્લોટ નંબર-૩૪, અશોકનગર, નેસવડ તા.મહુવા જી.ભાવનગર
3. યુનુસ રહે.મહુવા (પકડવાના બાકી)
4. નટુભાઇ જોધાભાઇ બારૈયા રહે.મહુવા જી.ભાવનગર (પકડવાના બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. બેગપાઇપર ડીલકસ વ્હીસ્કી ૧ લીટરની બોટલ નંગ-૪૫ રૂ.૨૮,૩૫૦/-
2. સીગ્રામ્સ બ્લેન્ડર્સ પ્રાઇડ અલ્ટ્રા પ્રીમીયમ વ્હીસ્કી 750 ML બોટલ નંગ-૧૨ રૂ.૧૭,૪૦૦/-
3. એન્ટીકવીટી બ્લ્યુ અલ્ટ્રા પ્રીમીયમ વ્હીસ્કી 750 ML બોટલ નંગ-૧૨ રૂ.૧૧,૯૧૬/-
4. ઓલ્ડ મોંક વેરી ઓલ્ડ વેટેડ XXX રમ 750 ML બોટલ નંગ-૬૦ કિ.રૂ.૩૯,૪૮૦/-
5. આઇકોનીક વ્હાઇટ ફાયનેસ્ટ ઇન્ટરનેશનલ ગ્રેઇન વ્હીસ્કી 750 ML બોટલ નંગ-૪૮ રૂ.૩૨,૬૪૦/-
6. સીગ્રામ્સ ઇમ્પીરીયલ બ્લ્યુ સુપરીયર ગ્રેઇન વ્હીસ્કી 750 ML બોટલ નંગ-૧૮0 કિ.રૂ.૧,૦૧,૧૬૦/-
7. ટુબોર્ગ પ્રિમીયમ સ્ટ્રોંગ બિયર 500 ML ટીન નંગ-૪૮ કિ.રૂ.૫,૯૦૪/-
8. બડવાઇઝર મેગ્નમ સુપર પ્રિમીયમ બિયર 500 ML ટીન નંગ-૧૪૪ કિ.રૂ.૨૦,૪૪૮/-
9. કાલ્સબર્ગ પ્રિમીયમ એલીફન્ટ સ્ટ્રોંગ બિયર 500 ML ટીન નંગ-૪૮ કિ.રૂ.૬,૦૯૬/-
10. ટ્રક રજી.નંબર-GJ-04-X 5943ની ટેકસ રીસીપ્ટ, રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ, પી.યુ.સી. ફિટનેસ સર્ટીફિકેટ, વીમા પોલીસી, સર્ચ રીપોર્ટ, ભાડા પહોંચ અને વજન કાંટાની ચીઠ્ઠી કિ.રૂ.૦૦/-
11. અશોક લેલન્ડ કંપનીનો રજી.નંબર-GJ-04-X5943 લખેલ ટ્રક કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
12. કાળા કલરની તાડપત્રી કિ.રૂ.૫૦૦/-
13. મોબાઇલ ફોન-૦૨ કિ.રૂ.૧,૦૦૦/-, આધારકાર્ડ, ડ્રાયવીંગ લાયસન્સ તથા રોકડ રૂ.૧,૨૧૦/- મળી કુલ કિ.રૂ.૭,૬૬,૧૦૪/-નો મુદ્દામાલ

આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના અશોકભાઇ ડાભી, બાવકુદાન કુંચાલા, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળસર, એજાજખાન પઠાણ જોડાયાં હતાં .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *