પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલે નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.૦૩/૦૧/૨૦૨૫ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો નાસતાં-ફરતાં આરોપી પકડવા માટે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી વિક્રમભાઇ બાબુભાઇ રહેભોળાદ તા.શિહોર જી.ભાવનગરવાળો ઘાંઘળી ચોકડી ખાતે ભુખરા કલરનુ જીન્સનુ પેન્ટ તથા ભુખરા કલરનો ડબલ ખીસ્સાવાળો શર્ટ પહેરીને ઉભો છે.જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.
નાસતાં-ફરતાં પકડાયેલ આરોપી વિક્રમભાઇ બાબુભાઇ મકવાણા ઉ.વ-૨૯ ધંધો-ડ્રાયવીંગ રહે.ભોળાદ તા.શિહોર જી.ભાવનગર
કરેલ ગુન્હાની વિગત ભાવનગર,શિહોર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૭૨૪૦૬૪૬/૨૦૨૪ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૧૧૬ બી, ૮૧,૯૮(૨) મુજબ
અ સમગ્ર કામગીરી માં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી પી.ડી.ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ દિલુભા, શૈલેષભાઇ ચાવડા વગેરે જોડાયાં હતાં.