પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,તથા એલ.સી.બી.સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
તા.૧૮/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સબબ પેટ્રોલીંગ માં હતા.તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે,ભાવનગર, ઘોઘારોડ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૨૧૦૩/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ,ઈ, ૧૧૬ બી, ૮૧, ૯૮(૨) મુજબનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ખુશાલ ઉર્ફે જીગર ભરતભાઇ માળી રહે.રૂવાગામ, ભાવનગરવાળો એચ.સી.જી હોસ્પીટલ રોડ,રાજધાની ટ્રાવેલ્સની બાજુમાં ઉભેલ હોવાની મળેલ માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબનાં આરોપી હાજર મળી આવતાં તેની વધુ પુછપરછ કરતા છોટા ઉદેપુર,નસવાડી પોલીસ સ્ટેશનમાં નીચે જણાવ્યા મુજબના વધુ એક ગુનામાં નાસતો ફરતો અને વડોદરા,વરણામા પોલીસ સ્ટેશનમાં નીચે જણાવ્યા મુજબના ગુનામાં પકડવાનો બાકી હોવાનું જણાય આવતા જે અંગે જે તે પો.સ્ટેમાં રેકર્ડ ઉપર ખરાઈ કરતા નીચે મુજબના ગુનાઓ નાસતો ફરતો/પકડવાનો બાકી હોવાનું જણાય આવેલ.જેથી આગળની વધુ તપાસ માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
નાસતાં-ફરતાં પકડાયેલ આરોપી
ખુશાલ ઉર્ફે જીગર ભરતભાઇ માળી ઉ.વ.૨૫ ધંધો.હિરાકામ રહે.હાલ ફાતીમા કોન્વેંટ સ્કુલ સામે, સુરેંદ્રનગર સમોસા પાસે, પખારામજી ફલેટ, ત્રીજા માળે, ભાવનગર મુળ રહે.સુભાષનગર, ડો.નરવાણીવાળો ખાંચો, ભાવનગર
ગુન્હાની વિગત
1. ભાવનગર, ઘોઘારોડ પો.સ્ટે. ગુ.ર.નં.૨૧૦૩/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ,ઈ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબ
2. છોટા ઉદેપુર, નસવાડી પો.સ્ટે. ગુ.ર.નં.૯૮૨/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ,ઈ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબ
3. વડોદરા, વરણામા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૭૦૫૪૨૩૧૩૨૭ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ,ઈ, ૯૮(૨) મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ.ઈન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફ નાં ઘનશ્યામભાઈ ગોહીલ,સાગરભાઈ જોગદીયા,મહેંદ્રભાઈ ચૌહાણ,વિઠ્ઠલભાઈ બારૈયા,સંજયભાઈ ચુડાસમા,અનિલભાઈ સોલંકી,રાજુભાઈ બરબસીયા જોડાયાં હતાં.