bhavnagarBreaking NewsCrimeGujarat

રોકડ રૂ.૨,૭૦,૦૦૦/- સહિત કુલ રૂ.૧૩,૭૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી લુંટના ગુન્હાના આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ દ્રારા ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ તથા વાહન ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરી,વાહન ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૦૯/૦૪/૨૦૨૪ના રોજ બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ગળથર ગામ પાસે બનેલ લુંટના બનાવના આરોપીઓને પકડવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,જુના બંદરથી કેબલ સ્ટેડ પુલ તરફ જતાં રોડ ઉપર પાટા પાસે આવેલ રામદેવપીરના મંદિર સામે રોડ ઉપર કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પીયો કારમાં નીચે મુજબના ગુન્હાના આરોપીઓ હાજર મળી આવેલ.તેઓ પાસેથી લુંટમાં મળેલ નીચે મુજબની રોકડ રકમ તથા ગુન્હાના કામે ઉપયોગમાં લીધેલ નીચે મુજબની કાર તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ નીચે મુજબના બંને આરોપીઓની પુછપરછ કરતાં તેઓ તેઓ બંને તથા તેના મિત્ર વાઘાભાઇ પાંચાભાઇ રહે.રાજાવદર તા.મહુવા જી.ભાવનગર અને દિનેશ ઉર્ફે ઇલુ રામચંદાણી રહે.ભરતનગર,ભાવનગરવાળાએ પ્રિપ્લાન કરી તા.૦૯/૦૪/૨૦૨૪ના રોજ રાજાવદર ગામેથી જુગાર રમીને જતાં ભરતભાઇ જાની રહે.દેગવડાવાળાને ગળથર ગામ પાસેથી લુંટી લઇ લીધેલ હોવાની કબુલાત કરેલ.જે અંગે આગળની વધુ તપાસ થવા માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ અને આ અંગે બગદાણા પોલીસને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓઃ-
1. લાલાભાઇ હકાભાઇ મેર ઉ.વ.૩૨ ધંધો-માલઢોરનો રહે.બહુચરમાંના મંદીર પાસે,કાળાતળાવ,ભાવનગર
2. પ્રકાશભાઇ ઉર્ફે પકો મોહનભાઇ જીવનાણી ઉ.વ.૩૭ ધંધો-ફ્રુટનો વેપાર રહે.મફતનગર,રામાપીર મંદિર પાછળ,સિંધુનગર,ભાવનગર
3. દિનેશ ઉર્ફે ઇલુ રામચંદાણી રહે.ભરતનગર,ભાવનગર (પકડવાના બાકી આરોપી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. સેમસંગ કંપનીનો ક્રિમ કલર જેવો ગેલેક્ષી Z FOLD4 વાળો મોબાઇલ કિ.રૂ.૧,૦૦,૦૦૦/-
2. ભારતીય દરની અલગ-અલગ ચલણી નોટો રૂ.૨,૭૦,૦૦૦/-
3. કાળા કલરની મહિન્દ્દા એન્ડ મહિન્દ્દા કંપનીની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૩,૭૦,૦૦૦/-નો મુદ્દામાલ

ગુન્હાહિત ઇતિહાસઃ-
આરોપી લાલાભાઇ હકાભાઇ મેર વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-
1. નિલમબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૯૨/૨૦૧૮ ઇ.પી.કો.કલમઃ-૧૪૭,૧૪૮,૧૪૯, ૩૨૩, ૪૨૭, ૫૦૬(૨) જી.પી.એકટ કલમઃ-૧૩૫ તથા એટ્રોસીટી એકટ કલમઃ-૩(૨)(૫)(એ) મુજબ

પ્રકાશભાઇ ઉર્ફે પકો મોહનભાઇ જીવનાણી વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-
1. રાજકોટ શહેર, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૪૦/૨૦૧૭ ઇ.પી.કો.કલમઃ-૫૦૭ મુજબ
2. રાજકોટ શહેર, એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૧૮/૨૦૧૭ ઇ.પી.કો.કલમઃ-૩૨૩,૩૩૨,૫૦૪, ૫૦૬(૨),જી.પી.એકટ કલમઃ-૧૩૫ મુજબ

આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ શ્રી પી.બી.જેબલીયા,શ્રી એમ.જે.કુરેશી,સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ,ઘનશ્યામભાઇ ગોહિલ,અશોકભાઇ ડાભી,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ ગોહિલ,અનિલભાઇ સોલંકી,સંજયભાઇ ચુડાસમા,હસમુખભાઇ પરમાર,તરૂણભાઇ નાંદવા,મહેન્દ્દસિંહ સરવૈયા,પીનાકભાઇ બારૈયા જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો

યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…

1 of 385

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *