bhavnagarBreaking NewsCrimeGujarat

રોકડ રૂ.૪૩,૭૦૦/-ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાના પાના-પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં ચાર માણસોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૪/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બડેલી ગામની સીમ વિસ્તારમાં આવેલ વજુભા ઉકુભા ગોહિલની વાડીની બાજુમાં આવેલ વેણકામાં ગંજીપત્તાના પાના-પૈસાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમાતો હોવાની મળેલ માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે ગંજીપતાનાં પાનાં વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.


પકડાયેલ આરોપીઓઃ-
1. ભાવેશભાઇ ભગુભાઇ કામળીયા ઉ.વ.૩૨ રહે.વડાળ તા.પાલીતાણા જી.ભાવનગર
2. મનસુખભાઇ રસીકભાઇ ધાપા ઉ.વ.૩૨ રહે.હિતેશભાઇ ધાપાના મકાનમાં,ટોપ થ્રી સિનેમા સામે, મીરાનગર, ભાવનગર મુળ-લોંગીયા તા.મહુવા જી.ભાવનગર
3. આશિફભાઇ મહંમદભાઇ પઠાણ ઉ.વ.૩૬ રહે.ખાટસુરા તા.મહુવા જી.ભાવનગર
4. વજુભા ઉકુભા ગોહિલ ઉ.વ.૪૭ રહે.બડેલી તા.પાલીતાણા જી.ભાવનગર

તેમની પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા ભારતીય દરની અલગ-અલગ ચલણી નોટો રોકડ રૂ.૪૩,૭૦૦/- નો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,તથા પોલીસ કર્મચારી જયદાનભાઇ લાંગાવદરા,હરિચંદ્દસિંહ દિલુભા,ફાલ્ગુનસિંહ ગોહિલ વગેરે જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 431

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *