Latest

પેટલાદ ખાતે ટ્રાફિક તથા સાયબર ક્રાઇમ અવરનેસ કાર્યક્રમ યોજાયો

ધી વેસ્ટર્ન ઇંગ્લીશ મિડીયમ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને
ટ્રાફિક તથા સાયબર ક્રાઇમ અંગે જાગરુક કરાયા

સાયબર ક્રાઇમ થાય ત્યારે હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર ફરીયાદ કરવા અનુરોધ

આણંદ, મંગળવાર :: આણંદ જિલ્લાના નાગરિકોમાં ટ્રાફિક અને સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા લાવવા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અતુલકુમાર બંસલની સૂચના અનુસાર જિલ્લા પોલીસ ટીમ દ્વારા ટ્રાફિક અને સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પી. કે. દીયોરાના માર્ગદર્શન તથા પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી કે.ડી. બ્રહ્મભટ્ટ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદના પો.ઇન્સ.શ્રી સી.પી.ચૌધરીની સુચના હેઠળ ધી વેસ્ટર્ન ઇંગ્લીશ મીડિયમ હાઇસ્કૂલ, પેટલાદ ખાતે ટ્રાફિક તથા સાયબર ક્રાઇમ અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પી. કે. દીયોરા, પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.ડી. બ્રહ્મભટ્ટ દ્વારા ટ્રાફીક જાગૃતતા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એએસઆઈ મુસ્તકીમ મલેક દ્વારા દ્વારા વિદ્યાર્થીઓને સાયબર અવેરનેસ (જાગૃતતા) બાબતે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ શું છે ?, કઈ રીતે ફ્રોડ થઈ શકે ?, સોશીયલ મીડીયા એકાઉન્ટ ઓપરેટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની થતી બાબતો, સાયબર ક્રાઈમ સામે રાખવાની થતી સાવધાની તથા સાયબર ક્રાઈમની ફરીયાદ કરવાની પ્રક્રિયાનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ થાય ત્યારે સાયબર ક્રાઈમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી તાત્કાલીક ફરીયાદ કરવા અંગે વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લીધા હતા.

આ કાર્યક્રમમાં ધી વેસ્ટર્ન ઇંગ્લીશ મીડિયમ હાઇસ્કુલનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *