રાજસ્થાન થી ચોરી નો માલ ખરીદી અમદાવાદ લઈ જવાતા ચાંદી ના ૯.૫ કિલો ના આભૂષણો, છત્તર, ગોગા મહારાજ ની મૂર્તિઓ સાથે ઈસમ ઝડપાયો…..
બ.કા.ના લાખણી પાસે ના ધણતા ગામ ના મંદિરે થી ચોર્યા હતા આભૂષણો….
બાતમી ના આધારે પોલીસ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ- જયકરણ ગઢવી ના હાથે ઝડપાયો ઈસમ…..
ઝડપાયેલ ચાંદી ની અંદાજિત કિંમત રૂ.૬.૬૦ લાખ સહિત રૂ.૮ લાખ નો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરાઇ….
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલ છાપરી બોર્ડર ખાતે રાજસ્થાન થી ગાડી માં ભરી ને લઈ જવાતા ચાંદી ના આભૂષણો,છત્તર, મૂર્તિઓ સાથે એક ઈસમ ને ઝડપી પડ્યો હતો.
અંબાજી નજીક આવેલ ગુજરાત – રાજસ્થાન ની સરહદ છાપરી બોર્ડર પર હાજર પોલીસ સ્ટાફ ના ઇન્ચાર્જ જયકરણ ગઢવી ને મળેલ બાતમી મુજબ રાજસ્થાન તરફ થી આવતી એક ગુજરાત પાર્સીંગ ની GJ .18.AH.4797 નંબર ની સફેદ રંગ ની સેડાન ગાડી માં ચાંદી ના જથ્થા સાથે ઈસમ નીકળ્યો હોવાની બાતમી મળતા ,પોલીસ સ્ટાફ એલર્ટ હતા .
બોર્ડર પર વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાન તરફ થી આવી રહેલ
ગુજરાત પાર્સિંગ ની એક સફદ રંગ ની વર્ના ગાડી ને રોકી ચેકીંગ કરતા ગાડી માંથી ચાંદી ના છત્તર, ગોગા મહારાજ ની મૂર્તિ સહિત નાના મોટા આભૂષણો ચાંદી ના નાગ મળી આવ્યા હતા જે બાબતે ગાડી ચાલક ઈસમ ને પૂછ પરછ કરતા ગાડી ચાલક યોગ્ય જવાબ ના આપી શકતા ગાડી ચાલક ને અંબાજી પોલીસ સ્ટેશન ખાતે લાવી આભૂષણો ,મૂર્તિઓ બાબતે કડકાઈ થી પૂછ પરછ કરતા ઈસમ દ્વારા આ તમામ આભૂષણો ,છત્તર, મૂર્તિ વગેરે રાજસ્થાન ના માલમ ગામે થી ખરીદી અમદાવાદ લઈ જવાનું કબૂલ્યું હતું.જેમાં રાજસ્થાન ના પિંડવાડા નજીક આવેલ માલમ ગામે થી સોમારામ નામના વ્યક્તિ પાસે થી ચોરી ના ચાંદી ના આભૂષણો, મૂર્તિઓ ,છત્તર વગેરે ખરીદી અમદાવાદ વેચાણ કરવા ની વાત કબુલી હતી.
માલ ખરીદનાર તેમજ ગાડી ચાલક ઈસમ નામે સુરેશ શાંતિલાલ સોની એ ખરીદેલ આભૂષણો,સોમાંરામે નામ ના વ્યક્તિએ બનાસકાંઠા જિલ્લા ના લાખણી પાસે આવેલ ધણતા ગામ ના મંદિર માંથી ચોરી કરી ને લાવેલ તેમજ અગાઉ પણ ચોરી ના આભૂષણો ,વગેરે સોમાંરામ પાસે થી ખરીદેલ હોવા નું જણાવ્યું હતું .
પકડાયેલા ચાંદી ના જથ્થા માં ચાંદી ની ગોગા મહારાજ ની મૂર્તિ, છત્તર, નાના – મોટા નાગ સહિત ની વસ્તુઓ મળી આવી હતી .જેનો કુલ વજન ૯.૫કી. ગ્રા. તેમજ તેની કિંમત અંદાજે રૂ ૬,૬૦,૦૦૦/- સહિત ઈસમ પાસે થી ઉપયોગ માં લેવાયેલ ગાડી કિંમત રૂ ૨,૦૦,૦૦૦/- ગણી કુલ રૂ.૮,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ ઝડપી ,વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી.
રિપોર્ટર… અમિત પટેલ અંબાજી