Crime

ભાવનગર,અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ  ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડ નાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ગઇ તા.૧૯/૦૮/૨૦૨૩ના રોજ ભાવનગર એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અલંગ મરીન પો.સ્ટે. ચોરીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી આકાશકુમાર રામફેર સરોજ રહે.અલંગ યાર્ડ તા.તળાજા, જી.ભાવનગર મુળ-ઉતરપ્રદેશવાળો ત્રાપજ બસ સ્ટેન્ડમાં ઉભો હોવાની મળેલ માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતા-ફરતાં આરોપી હાજર મળી આવેલ. તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
નાસતાં-ફરતાં આરોપીઃ-
આકાશકુમાર રામફેર સરોજ ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે.હાલ- પ્લોટ નં.૦૩ની સામે, અલંગ યાર્ડ, તા.તળાજા, જી.ભાવનગર, મુળ-ચાંદમોવ, તા.ઉંચાહાર, જી.રાયબરેલી ઉત્તર પ્રદેશ
ગુન્હોઃ-
અલંગ મરીન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૩૨૨૦૨૧૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ.-૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અરવિંદભાઇ બારૈયા, અરવિંદભાઇ મકવાણા, અશોકભાઇ ડાભી, પીનાકભાઇ બારૈયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 84

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *