bhavnagarBreaking NewsCrimeGujarat

ચોરી કરેલ મોટર સાયકલ-૦૨ કિ.રૂ.૪૬,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીના બે ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ તથા વાહન ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરી,વાહન ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૦૫/૦૩/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ઉપરોકત સુચના આધારે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ.અશોકભાઇ ડાભી તથા પો.કો. મહેન્દ્દસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે,વાદળી કલરનો શર્ટ તથા વાદળી કલરનુ પેન્ટ પહેરેલ એક માણસ રોયલ ચોકડી પાસે આવેલ બાવળની કાંટમાં બે ચોરાઉ મોટર સાયકલ નંબર પ્લેટ વગરના લઇને ઉભેલ છે અને મોટર સાયકલ વેચવા માટે ગ્રાહકોને બોલાવે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ નીચે મુજબના શંકાસ્પદ વાહનો સાથે હાજર મળી આવેલ.જે વાહનો અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ વાહનો તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ માણસની પુછપરછ કરતાં આજથી આશરે સાડા નવેક મહિના પહેલા ઠાડચ- ઠળીયા રોડ ઉપર ૬૬ કે.વી.સબ સ્ટેશન નજીક આવેલ વાડીના છાપરેથી બજાજ કંપનીની પ્લેટીના મોટર સાયકલ ડાયરેકટ કરી ચોરી કરેલ.આજથી આશરે દોઢ વર્ષ પહેલા સુરત,સરથાણા વિસ્તારમાં આવેલ શ્યામ મંદિર પાછળ રીવેરા એપાર્ટમેન્ટમાંથી પાર્ક કરેલ સ્પલેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ હોવાનું જણાવેલ.જે અંગે આગળની વધુ તપાસ થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ આરોપી માણસઃ- દિપક ઉર્ફે દિપેશ પરશોત્તમભાઇ શિયાળ ઉ.વ.૨૩ ધંધો-ગેરેજ રહે.ઓથા, તા.મહુવા જી.ભાવનગર હાલ-કમલ પાર્ક,લંબે હનુમાન રોડ,વરાછા,સુરત

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

1. કાળા કલરની હિરો કંપનીની નંબર પ્લેટ વગરની ચેસીસ નંબર- MBLHA10A SDHF80734 તથા એન્જીન નંબર-HA10ELDHF37110 સ્પ્લેન્ડર મોટર સાયકલ કિ.રૂ.૧૬,૦૦૦/-

2. કાળા કલરની બજાજ કંપનીની નંબર પ્લેટ વગરની ચેસીસ નંબર-MD2A76AXXMPL44991 તથા એન્જીન નંબર-PFXPML45381વાળી મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-મળી કુલ રૂ.૪૬,૦૦૦/-નો મુદ્દામાલ

શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-

1. પાલીતાણા રૂરલ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૧૨૩૦૧૮૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ

2. સુરત શહેર સરથાણા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૮૨૨૧૪૭૧/૨૦૨૨ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ

ગુન્હાહિત ઇતિહાસઃ-

1. સુરત શહેર, ઘોડાદરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૬૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

2. સુરત શહેર, કાપોદરા પો.સ્ટે. ગુ.ર.નં.૦૮૭૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

3. સુરત શહેર, કાપોદરા પો.સ્ટે. ગુ.ર.નં.૦૮૭૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

4. સુરત શહેર, કાપોદરા પો.સ્ટે. ગુ.ર.નં.૦૮૭૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

5. સુરત શહેર, સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૧૯/૨૦૨૧ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

6. સુરત શહેર, સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૦૨/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

7. સુરત શહેર, સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં.૦૮૧૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

8. સુરત શહેર, સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં.૦૮૧૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

9. સુરત શહેર, સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં.૦૮૧૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

10. સુરત શહેર, સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં.૦૮૨૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

11. સુરત શહેર, કતારગામ પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૦૫/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

12. સુરત શહેર, કતારગામ પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૨૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

13. મહુવા ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૮૮/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ- ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબ

સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ શ્રી પી.બી.જેબલીયા,વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી સ્ટાફનાં અશોકભાઇ ડાભી,તરૂણભાઇ નાંદવા,મહેન્દ્દસિંહ સરવૈયા,ભદ્દેશભાઇ પંડયા,પીનાકભાઇ બારૈયા વગેરે જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 371

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *