દહેજની OPAL કંપનીના 4 નબરના ગેટ બહાર રાતે જુગાર રમતા ટ્રાન્સપોર્ટર, ડ્રાઈવર સહિત 6 જુગરીઓને મરીન પોલીસે 27 હજાર રોકડા, 5 બાઇક અને 4 મોબાઈલ મળી દોઢ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દહેજ મરીન પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે આભેટા ગામે ઓપાલ કંપનીના ગેટ નંબર 4 બહાર જુગારની મહેફિલ જામી હોવાની બાતમી મળી હતી.
બાતમી આધારે સ્ટાફ સરકારી તેમજ ખાનગી વાહનોમાં જુગરીઓ પર દરોડો પાડવા પોહચ્યો હતો. પોલીસને જોઈ સ્ટ્રીટલાઈટ નીચે બાઇકો મૂકી જુગાર રમતા શકુનીઓમાં નાસભાગ મચી હતી. મરીન પોલીસે સ્થળ પરથી અભેટા ગામના ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રમણ પરમાર, ડ્રાઈવર યોગેન્દ્ર સોલંકી, રમેશ ગોહિલ, પ્રકાશ મકવાણા, સંજય નાયક અને રમેશ મકવાણાની ધરપકડ કરી હતી. જેઓ પાસેથી દાવ પર લાગેલા 17,530, અંગ ઝડતીમાં 10,190, 5 બાઇક અને 4 મોબાઈલ મળી દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
ભાવેશ મુલાણી, ભરૂચ.