Crime

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૪ કિ.રૂ.૬૫,૦૦૦/- સહિત કુલ રૂ.૩,૨૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ  ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી તથા પેરોલ. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૧૦/૦૭/૨૦૨૩ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન સીલ્વર કલરની હોન્ડા સીટી કાર રજી નંબર GJ-02-AC-2288 વલ્લભીપુર તરફથી આવી રહેલ હોવાની માહિતી આધારે શિહોર, ઘાંઘળી ચોકડી ખાતે વોચમાં રહેતાં ઉપરોકત વર્ણન તથા નંબરવાળી કાર મળી આવતાંકારની પાછળની સીટ નીચેથી,ડીકીમાંથી અને ડીકીની નીચે બનાવેલ ખાનામાંથી નીચે મુજબનો ઇગ્લીશ કંપની સીલપેક છુટક બોટલો મળી આવેલ. તેઓની વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઓઃ-
1.  અનીલભાઇ ઉર્ફે અમીત વિનોદભાઇ રાઠોડ ઉ.વ.૩૬
2.  ભાવેશભાઇ ચીથરભાઇ રાઠોડ ઉ.વ.૨૩ રહે.બંને કબાટવાળો ખાંચો,અપ્પુ ટ્રડર્સની સામે,આનંદનગર રોડ, ભાવનગર
3.  રાહુલભાઇ ઉર્ફે ચીની જયેશભાઇ મારૂ રહે.આનંદનગર,ભાવનગર (પકડવાના બાકી)
4.  રવિરાજસિહ મોબતસંગ ગોહીલ  રહે.વસ્તડી જી.સુરેન્દ્રનગર (પકડવાના બાકી)
5.  અરવિંદ ઉર્ફે ડગળી રહે.આનંદનગર,ભાવનગર (પકડવાના બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1.  રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ ઓન્લી ૭૫૦ ML બોટલ નંગ-૫૮ કિ.રૂ.૨૬,૦૦૦/-
2.  મેકડોવેલ્સ નંબર-૧ કલેક્શન વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ ઓન્લી ૭૫૦ ML બોટલ નંગ-૧૦૪ કિ.રૂ ૩૯,૦૦૦/-
3.  સીલ્વર કલરની હોન્ડા સીવીક ફોર વ્હીલ કાર રજી નંબર- GJ-02-AC-2288  કિ.રૂ.૨,૫૦,૦૦૦/-
4.  વીવો કંપનીનો સીલવર કલરનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/-
5.  ઓપો કં૫નીનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૩,૨૫,૦૦૦/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા,  પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, હિરેનભાઇ સોલંકી, બીજલભાઇ કરમટીયા, નીતીનભાઇ ખટાણા, શકિતસિંહ સરવૈયા, હરિચંદ્દસિંહ ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 82

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *