Crime

ધ્રાંગધ્રા ખાતે SMC દ્રારા જુની ખરાવાડ હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રેડ

352 બોટલ વિદેશી દારૂનો જથ્થો સહિત રૂ 2,13,285 નો મુદ્દામાલ કબજે

3 આરોપીઓને પકડી પાડ્યા તો 1 ફરાર

સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેર ખાતે ધ્રાંગધ્રા સીટી પોલીસના પોલીસ અધીકારીઓ ઉંઘતા હોય તેમ સ્ટેટ્સ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરી ગાલ ઉપર માર્યો જોરદાર તમાચો

SMC સ્ટેટ્સ મોનીટરીંગ સેલ દ્વારા ધ્રાગધા શહેરના જુની ખરાવાડ હાઉસીંગ બોર્ડ વિસ્તારમા રેડ કરી વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ 352 જેની કિંમત રૂપિયા 1,50,995 તથા 3 મોબાઈલ, રોકડ રકમ 28,790 તથા વાહન મળી કુલ રૂ 2,13,285 ના મુદ્દામાલ સાથે રફીક મુસાભાઈ બાબરીયા જે રહે જુની ખરાવાડ , મોઈન અનવરભાઈ કાટીયા રહે જુની ખરાવાડ , મુમતાઝ અયુબભાઈ મોવર રહે જુની ખરાવાડ સહિત 3 ને દબોચી લીધા હતા જયારે બિચ્છુખાન જત રહે દસાડા પાટડી વાળાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આ સમગ્ર ઓપરેશન સ્ટેટ્સ મોનીટરીંગ સેલ ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી સંખલા સહિત સ્ટાફે પાર પાડ્યું હતું

જ્યારે નવાઈની વાત એ છે કે ધ્રાગધા ખાતે આટલો દારુનો જથ્થો કયારે આવ્યો ?? તે શું સ્થાનિક પોલીસને ખ્યાલ નહીં હોય ?? હાલ તો સ્ટેટ્સ મોનીટરીંગ સેલ એટલે SMC દ્રારા સફળ ઓપરેશન પાર પાડતા બુટલેગરોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 84

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *