Entertainment

ખોવાયેલી દિકરીની મળી તરતી લાશ તપાસ કરતા જનેતા જ નિકળી હત્યારી

જુનાગઢમાં માળીયાહાટીનાના માતરવણીયા ગામેથી એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે ગઈકાલે માળીયા પોલીસ સ્ટેશન ખાતે એક પિતાએ પોતાની 5 માસની બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો જ્યારે બાળકીના મૃતદેહ પર ઈજાના કોઈ પણ પ્રકારના નિશાન નહોતા મળ્યા આ 5 માસની બાળકીને સગી માતાએ જ નદીમાં ફેંકી દીધી હોવાનું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે બાળકીની માતાએ પોતે જ પોલીસ સમક્ષ આ વાતની કબૂલાત કરતા ગંભીર મામલો સામે આવ્યો છે

અઢી વર્ષ પહેલા આ દંપત્તિના લગ્ન થયા હતા, જેમની એક 5 માસની બાળકી હતી ગઈકાલે વહેલી સવારે છ વાગ્યે માતા ઉઠીને ઉંઘી રહેલી બાળકીને ઉપાડે છે અને નજીકમાં આવેલી નદીમાં નિર્દયતાથી ફેંકી આવે છે સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ બાળકીની માતા કશું જ ન થયું હોય એમ ઘરે આવી જાય છે અને તેના પરિવારજનોને બાળકીને જોઈ છે કે કેમ એ પૂછવા લાગે છે ઘરમાં શોધાશોધ કરતા પણ બાળકી જોવા ન મળતા આખરે પરિવારજનોએ બાળકીની અડોસપડોસમાં શોધખોળ હાથ ધરી પરંતુ બાળકીનો ક્યાંય પત્તો ન લાગ્યો

શોધખોળ બાદ પણ બાળકી ન મળતા બાળકીના પિતાએ માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી સવારે છ વાગ્યાથી ગાયબ દીકરીને શોધવા માટે પરિવારજનોની સાથે સાથે પોલીસે પણ પોતાના પ્રયાસો હાથ ધર્યા અને સાથે સાથે અરસપરસના લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી પોલીસે તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડની મદદ પણ લીધી હતી

ડોગસ્ક્વોડની મદદથી જ્યારે પોલીસે તપાસ હાથ ધરી તો સ્નેગી ડોગ સૂંઘતા-સૂંઘતા પોલીસ જવાનોને બાળકીના ઘરેથી સીધા નદીએ લઈને પહોંચ્યા હતા પોલીસે ત્યાં જઈને જોયું તો નદીમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો ત્યારે તેના પર ઈજાના કે અન્ય કોઈ પણ પ્રકારના નિશાન જોવા નહીં મળતા જ્યારે પ્રાથમિક ધોરણે બાળકીનું મોત ડૂબી જવાથી થયું હોવાનું જાણવા મળ્યું હતું

આખરે સાંજના 5 વાગ્યે બાળકીનો મ્રૂતદેહ મળી આવ્યો હતો જેના મૃતદેહને પીએમ માટે માળીયાહાટીના ખસેડાયો હતો એટલું જ નહીં આ સમગ્ર મામલે એફએસએલની મદદ પણ લેવાઈ છે જેનો રિપોર્ટ આજે સાંજે સુધીમાં આવશે ત્યારે આ દરમિયાન આજે વહેલી સવારે 4 વાગ્યે જ માતાએ બાળકીનો આ રીતે નિર્દયતાથી ભોગ લીધો હોવાનું કબૂલતાથી ખળભળાટ મચી ગયો છ

આ સમગ્ર મામલે બાળકની માતાએ પોતે જ વહેલી સવારે બાળકીને નદીમાં ફેંકી ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. સાથે જ તેના પરિવારજનો દ્વારા દુઃખત્રાસ આપતા હોવાથી આ પગલુ ભર્યાનું જણાવ્યું છે માતાના નિવેદન પ્રમાણે તેને બીક હતી કે બાળકીને પણ પરિવારજનો દ્વારા આ પ્રકારનું દુઃખ-ત્રાસ અપાશે તેવી માન્યતા રાખીને બાળકીને નદીમાં ફેંકી દીધી હોવાનું પગલુ ઉઠાવ્યું છે જયારે હાલ માળીયાહાટીના પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે

બ્યૂરો રિપોર્ટ નિતિન પરમાર માંગરોળ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 52

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *