bhavnagarBreaking NewsCrimeGujarat

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૨૪/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન નવિન ઉર્ફે લવિંગ ગોવિંદભાઇ ગોહેલ રહે.બાનુબેનની વાડી, કુંભારવાડા,ભાવનગરવાળાએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે અને હાલ આ દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં હોવાની બાતમી મળેલ. જે બાતમી આધારે રેઇડ કરતા મકાને આરોપી હાજર મળી આવેલ નહિ.તેના રહેણાંક મકાનેથી નીચે મુજબની ભારતીય બનાવટની બોટલો ભરેલ પેટીઓ મળી આવેલ.તેના વિરૂધ્ધ ભાવનગર શહેર,બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-નવિન ઉર્ફે લવિંગ ગોવિંદભાઇ ગોહેલ રહે.પ્લોટ નંબર-૯૨, શેરી નંબર-૦૪, બાનુબેનની વાડી, કુંભારવાડા, ભાવનગર (પકડવાનાં બાકી)

રેડ કબ્જે કરેલ મુદ્દામાલઃ-૮ પી.એમ. સ્પેશ્યલ રેર વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ ૭૫૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૩૩ કિ.રૂ.૯,૯૦૦/- તથા ૧૮૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૭૬ કિ.રૂ.૧૭,૬૦૦/-મળી કુલ કિ.રૂ.૨૭,૫૦૦/-નો મુદામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,વનરાજભાઇ ખુમાણ,કેવલભાઇ સાંગા,જયદિપસિંહ ગોહિલ,એજાજખાન પઠાણ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

1 of 433

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *