Crime

માલવણ ટોલટેક્ષ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈશમોને પકડી પાડતી બજાણા પોલીસ

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ડોક્ટર ગીરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિતની સુચનાઓ તથા માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ ઇન્સ્પેકટર એસ.પી ઝાલા , કિશોરભાઈ પારધી , ભુપતભાઇ , ગોવિંદભાઈ , યશપાલ સિંહ , રોહિત કુમાર તથા ભાવેશ કુમાર સહિત સ્ટાફ માલવણ ટોલટેક્ષ પાસે વાહન ચેકીંગમા હોય તે સમયે યશપાલવસિંહ ધનશ્યામવસિંહ રાઠોડ તથા રોહીતકુમાર સુમનચંન્દ્ર પટેલને બાતમી મળેલ કે સફેદ કલરનો બોલેરો પીકઅપ નંબર RJ 04 GB 4212 મા ગેર કાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વવદેશી દારૂનો મોટો જથ્થો એરંડા ભરેલ કોથળાની આડમા લાવી માલવણ તરફ આવે છે જે હકિકત ના આધારે વોચ મા રહી ટોલટેક્ષ પાસે સદરહુ બાતમી વાળી બોલેરો પીકઅપ ગાડી નીકળતા બોલેરો ગાડી ઉભી રખાવતા બોલેરો ચાલકે પોતાના હવાલાવાળી બોલેરો ગાડી ઉભી રાખેલ નહી

જેથી પીછો કરી માલવણ વીરમગામ હાઇવે રોડ ઉપર આવેલ ઉમાસંકુલ પાસે પકડી પાડી સદરહુ બોલેરો માથી ગેર કાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વદેશી vદારૂની મેકડોવેલ્સગ નં. ૧ ફોર સેલ ઇન પંજાબ ઓનલી ડીલકસ વ્હીસ્કી ઓરીજનલ, ૭૫૦ મીલીની કાચની કંપની શીલબંધ કુલ બોટલ નંગ ૪૯૨ બોટલ જેની કીમત રૂપીયા ૧,૮૪,૫૦૦/- તથા મોબાઇલ નંગ – ૨ કીમત રૂપીયા ૧૦,૦૦૦/- તથા એરંડાના કોથળા નંગ ૧૦ કીમત રૂપીયા ૦૦/૦૦ તથા બોલેરો ગાડી નંબર RJ 04 GB 4212 ની કીમત રૂપીયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૩,૯૪,૫૦૦/- ના મુદામાલ સાથે બે ઈસમને પકડી પાડી મજકુર બંન્ને વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ

બ્યૂરો રિપોર્ટર દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 84

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *