Crime

રાયોટીગના ગુનાહનો વધુ 1 આરોપીને હાંસલપુર ચોકડી પાસેથી દબોચી લીધો

ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના ૩૦૭ અને રાયોટીગના ગુનાના નાસતો ફરતો વધુ 1 આરોપીને હાંસલપુર ચોકડી ખાતે પકડી પાડતી DYSP સ્પેશિયલ સ્કોડ ,,,

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે તારીખ ૨૭.૧૧.૨૦૨૨ ના રોજ શહેરમા બનેલ રાયોટીગ તથા ૩૦૭ ના ગુનાના આરોપીઓ પૈકી ૩ મહીલા અગાવ પકડાય ગયેલ હતી પરંતુ પોલીસને ચકમો આપી 6 પુરુષ આરોપી નાશી છુટ્યા હતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી

જ્યારે હુમનસોસીસ તથા ટેકનીકલ ષોસીસના આધારે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત ને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે સ્પેશિયલ સ્કોડની ટીમ દ્વારા ગય કાલે અમદાવાદ ના ફતેવાડી વિસ્તારના ફતેટાવરને કોર્ડન કરી પાંચેય આરોપીઓને દબોચી લીધા હતા પોલીસે મોહશીનભાઈ ઉસ્માનભાઈ સુમરા , તોસીફ ઉસ્માન સુમરા , ફેજલ ફિરોઝ પઠાણ , વશીમ નાશીરખાન પઠાણ અને મોહશીન મહેબૂબ મંડલી

આ તમામ આરોપી વિરુદ્ધ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે કલમ ૩૦૭ , ૩૨૩ ,૩૨૬ , ૩૫૪ ,૫૦૪ , ૫૦૬, ૪૫૨, ૪૦૩ , ૧૪૩ , ૧૪૭, ૧૪૮ , ૪૯ , ૪૨૭ તથા એમ.વી એક્ટ કલમ ૨૭૯ અને જીપીએકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધાયેલ હતો જયારે આ ગુનાનો વધુ એક આરોપી પોલીસ પકડડ થી બહાર હોય જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા

જ્યારે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત ને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આરોપી રહીશ મહેબૂબ સીપાઈને વિરમગામ ના હાંસલપુર ચોકડી પાસેથી પકડી પાડ્યો હતો પોલીસે આરોપીને પકડી કડક પુછપરછ કરતા આ આરોપી મહારાષ્ટ્ર ખાતે નાશી ગયો હતો હાલ પોલીસે આરોપીને સરકારી હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ કરાવી રિમાન્ડ માટે કાર્યવાહી હાથ ધરી હાલ તો તમામ આરોપીઓને પકડી પાડતાં નગરજનો દ્વારા ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત તથા ધ્રાંગધ્રા પોલીસ ની કામગીરીને વધાવી હતી. રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા સુરેન્દ્રનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *