Crime

અરવલ્લી : મોડાસા-ધનસુરા રોડ પર કોલીખડ નજીક બાઈક પર બેઠેલ મહિલાના ગળામાંથી અછોડો તોડી ચેઇન સ્નેચર હવામાં ઓગળી ગયો

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ચોર, તસ્કર ટોળકી, છેતરપિંડી
ગેંગના આતંક વચ્ચે ચેઇન સ્નેચર સક્રિય થતા મહિલાઓમાં
ફફડાટ ફેલાયો છે આકરૂન્દ ગામના દંપતિ બાઈક પર કામકાજ
અર્થે કોલીખડ ગામ નજીક પસાર થતા સ્પીડ બાઈક પર આવેલા
ચેઇન સ્નેચર મહિલાના ગળામાંથી બે તોલા સોનાના દોરાની
તફડંચી કરી ફરાર થઇ જતા દંપતીએ બુમાબુમ કરતા લોકો દોડી
આવ્યા હતા ટાઉન પોલીસે અજાણ્યા ચેઇન સ્નેચર સામે ગુન્હો
નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

આકરૂન્દ ગામના કાલિદાસ ઉર્ફે શૈલેષભાઇ પરમાર તેમની પત્ની
સાથે કામકાજ અર્થે મોડાસા તરફ પસાર થતા હતા અચાનક
ચેઇન સ્નેચર ત્રાટકી ચાલુ બાઇક પર રહેલા મહિલાના ગળામાંથી
82 હજાર રૂપિયાનો સોનાનો દોરો તોડી ફરાર થઇ જતા

મહિલાએ બુમાબુમ કરી મુકતા લોકો દોડી આવ્યા હતા બાઈક પર રહેલ
કાલિદાસ પરમાર પણ અચંબિત બન્યા હતા ચેઇન સ્નેચરે
માથામાં હેલ્મેટ અને જેકેટ પહેર્યું હોવાના વર્ણનના આધારે
ટાઉન પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા
ચક્રો ગતિમાન કર્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 85

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *