Politics

કોંગ્રેસનો ગઢ કબજે કરવા ભાજપે કમર કસી:

ભિલોડા બેઠક ચાર ટર્મથી કોંગ્રેસ હસ્તક; ભાજપ દ્વારા પૂર્વ IPS પી.સી. બરંડાની ફરી એક વખત પસંદગી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે. છેલ્લી ત્રણ
ટર્મથી જિલ્લાની ત્રણેય બેઠકો કોંગ્રેસ હસ્તક છે. 30-
ભિલોડા બેઠક તો ચાર ટર્મથી કોંગ્રેસ હસ્તક છે. ત્યારે આ
ચૂંટણીમાં આ બેઠક કબજે કરવા માટે ભાજપે કમર કસી
છે.

આદિવાસી રિઝર્વ બેઠક પર ચાર ટર્મથી કોંગ્રેસ
30 ભિલોડા બેઠક એ આદિવાસી રિઝર્વ બેઠક છે. આ
બેઠક પર ચાર ટર્મથી કોંગ્રેસના ડૉ. અનિલ જોષીયારાનો
દબદબો રહ્યો છે. પણ કોરોનાના કારણે તેમનું અવસાન
થયું અને ત્યારબાદ આ બેઠક કબજે કરવા ભાજપ અને
કોંગ્રેસ બંને પાર્ટીઓએ જોર લગાવ્યું છે. આ ચૂંટણીમાં
ભાજપ દ્વારા ભિલોડા બેઠક માટે પૂર્વ IPS પી. સી.
બરંડાની ફરી એક વખત પસંદગી કરવામાં આવી છે.

વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો ભિલોડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ IPS પી. સી. બરંડાની વધુ એક વખત પસંદગી કરી છે. ત્યારે
તેઓએ પોતાનું પ્રચાર કાર્ય જોરશોરથી શરૂ કરી દીધું છે.

ગામડે-ગામડે મિટિંગો કરીને મતદારોનું સમર્થન મેળવી
રહ્યા છે. 27 વર્ષથી ગાંધીનગરમાં ભાજપ સરકાર છે પણ
ભિલોડા બેઠક પર ચાર-ચાર ટર્મથી કોંગ્રેસનો ધારાસભ્ય
ચૂંટાય છે. જેના કારણે આ વિસ્તારનો વિકાસ રૂંધાય છે
માટે આ ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા ઉમેદવાર
પી.સી. બરંડાએ મતદારોને વિનંતી કરી છે અને જંગી
બહુમતીથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *