Crime

સુરત ઇકો સેલની મોટી કાર્યવાહી 200 કરોડનું GST ટ્રાન્ઝેક્શન કૌભાંડ

સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના છ શહેરોમાં વિવિધ સ્થાનો પર રેડ કરવામાં આવી હતી. આ રેડની કાર્યવાહીમાં 200 કરોડ રૂપિયાના જીએસટી ટ્રાન્ઝેક્શન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવી હતી.

સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ, ઈકો સેલ, સાયબર સેલ અને એસઓજીની વિવિધ ટીમ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસને મોટી સફળતા મળી હતી.ગુજરાત રાજ્યના છ શહેરોમાં મોરબી, જુનાગઢ, ભાવનગર, અમદાવાદ, સુરત, રાજકોટમાં સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ, ઈકો સેલ, સાયબર સેલ અને એસઓજીની વિવિધ ટીમ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી હતી.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.

પોલીસ વિવિધ શહેરોમાં રેડની કાર્યવાહી પોલીસના હાથમાં કેટલીક ચોકાવનારી વિગતો સામે આવી હતી પોલીસ તપાસમાં આ ઘટનામાં 21 નકલી કંપનીઓ ઊભી કરવામાં આવી હતી, ખોટા બીલ બનાવવામાં આવ્યા હતા. આમ સમગ્ર કૌભાંડ રૂપિયા 200 કરોડને પાર થવા જઈ રહ્યું હોવાનું પોલીસની સામે આવ્યું હતું. પોલીસે આ ઘટનામાં 12 વ્યક્તિઓની ધરપકડ કરી છે.

ડીસીબી પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, (૧) એબી એન્ટરપ્રાઇઝ (૨) બારીયા એન્ટરપ્રાઇઝ (૩) ગણેશ એન્ટરપ્રાઇઝ (૪) જયઅંબે એન્ટરપ્રાઇઝ (૫) એમ.ડી.ટ્રેડીંગ (૬) મકવાણા એન્ટરપ્રાઇઝ (૭) એમ.ડી.એન્ટરપ્રાઇઝ (૮) એસ.જી. એન્ટરપ્રાઇઝ નામની ડમી પેઢીઓ ડમી વ્યકિતઓના નામે ખોલાવનાર ઇસમો તથા તપાસમાં નીકળે તથા કાવતરામાં સામેલ તમામ વ્યક્તીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આર્થિક ગુના શાખા નિવારણની કચેરીએથી મદદનીશ પોલીસ કમિશનર, ઈકો સેલ દ્વારા અંગત અને ભરોસાપાત્ર બાતમીદાર તરફથી કેટલી માહિતી મળી હતી.પોલીસે બાતમીને આધારે તપાસ કરતાં તે તમામ કંપનીઓનું જીએસટી લાયસન્સ મેળવવા રજુ કરેલા પુરાવામાં ટોરેન્ટ પાવર લી.કંપની તથાડી જીવીસીએલના લાઈટ બીલ હોવાને કારણે ત્યાં તપાસ કરતાં આ પ્રકારના કસ્ટમર આઈડી કંપની દ્વારા ઈશ્યૂ કરાયા જ નથી તેવું માલુમ પડ્યું હતું. પોલીસે આ મામલામાં રજીસ્ટર્ડ આઈડી આધાર કાર્ડ વગેરે વ્યક્તિઓને શોધીને મળતા ખબર પડી કે તેમના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરાયો છે. આમ સમગ્ર કૌભાંડ પોલીસ સામે છત્તું થઈ ગયું.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે તમામ શખ્સો દ્વારા આયોજનબદ્ધ રીતે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પોલીસે આર્થિક ઉચાપત ઉપરાંત વિશ્વાસ ઘાતની કલમો અંતર્ગત કાર્યવાહી હાથ ધરીને 12 વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે.

સુરત ઇકો સેલની મોટી કાર્યવાહી
200 કરોડનું GST ટ્રાન્ઝેક્શન કૌભાંડ.

21 નકલી કંપનીઓ બનાવનારા 12 માસ્ટર માઈન્ડ ઝડપાયા.

સુરત ઇકો સેલ દ્વારા મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું.

અમદાવાદ સુરત રાજકોટ મોરબી જુનાગડ ભાવનગર પોલીસ મદદ પાડવામાં આવી રેડ.

200 કરોડ GST ટ્રાન્જેકસન કૌભાંડ બહાર આવ્યું.

21 કંપની ઉભી કરી ખોટા બિલો બનાવી ઇનપુટ  ટેક્સ  ક્રેડિટ લેવામાં આવતી હતી.

12 જેટલી ટિમો દ્વારા 12 આરોપી કરવામાં આવી ધરપકડ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુલ રૂ.૧૬,૪૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *