પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષકડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઈન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ,આર.એ.વાઢેર તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૨૪/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો મહુવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ.તરૂણભાઇ નાંદવા તથા ભદ્દેશભાઇ પંડયાને સંયુકત રીતે બાતમીરાહે હકીકત મળેલ કે,સફેદ કલરની હ્યુડાઇ કંપનીની વેરના કાર રજી.નં.GJ-05-CR-8290માં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરીને કળસાર ગામેથી આવે છે અને માળવાવ ગામ તરફ જાય છે.જે મળેલ માહિતી આધારે વોચમાં રહેતાં નીચે મુજબનાં આરોપીઓ નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન ગોવા ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ.તેના વિરૂધ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ-
1. નિઝામભાઇ રૂસ્તમભાઇ દલ ઉ.વ.૨૫ ધંધો-ગેરેજનો રહે.પંચશીલ સોસાયટી, શેરી નં.૦૩, તળાજા, જી.ભાવનગર
2. વિજયભાઇ મનુભાઇ ટાટડ ઉ.વ.૨૩ ધંધો-વેપાર, રહે.ખાંટકીવાડ, ગૌશાળાનો ડેલો, તળાજા, જી.ભાવનગર
રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રીઝર્વ સેવન રેર વ્હીસ્કી ૭૫૦ ML કાચની સીલપેક બોટલ નંગ-૮૫ કિ.રૂ.૨૫૫૦૦/-
2. હ્યુડાઇ કંપનીની વેરના કાર રજી.નં.GJ-05-CR-8290 કાર કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૨૫,૫૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ.ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,આર.એ.વાઢેર તથા સ્ટાફનાં અશોકભાઇ ડાભી,તરૂણભાઇ નાંદવા,મહેન્દ્દસિંહ સરવૈયા,ભદ્દેશભાઇ પંડયા વગેરે જોડાયાં હતાં.