પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ આગમી દિવસોમાં યોજાનાર લોકસભાની ચુંટણીને ધ્યાને લઇ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
તા.૧૦/૦૪/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,વડોદરા શહેર,સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૦ ૨૩૦૦૧૪/ ૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૪૦૬,૪૨૦,૧૨૦ બી તથા આઇ.ટી. એકટ કલમઃ- ૬૬ ડી મુજબના ગુન્હાના કામે નાસતાં-ફરતા આરોપી રામજી મોહનભાઇ મકવાણા રહે.ભાવનગરવાળા ભાવનગર,ઘોઘા રોડ રાજારામના અવેડા પાસે,શેલ કંપનીના પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર ઉભા છે.જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબનાં નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેની પુછપરછ કરતાં નીચે મુજબના ગુન્હામાં નાસતો-ફરતો હોવાનું જણાય આવેલ.જેથી આગળની વધુ તપાસ માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી વડોદરા શહેર,સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરેલ.
નાસતાં-ફરતાં આરોપીઃ-રામજી ઉર્ફે ભોળો મોહનભાઇ મકવાણા ઉ.વ.૪૦ રહે.પ્લોટ નંબર-૨૦૦/બી, ૫૦ વારીયા, લંબે હનુમાન મંદિર સામે, સરદારનગર,ભાવનગર
નાસતાં-ફરતાં ગુન્હાની વિગત:-વડોદરા શહેર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૦ ૨૩૦૦૧૪/ ૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૪૦૬,૪૨૦,૧૨૦ બી તથા આઇ.ટી. એકટ કલમઃ- ૬૬ ડી મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ.ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફનાં સાગરભાઇ જોગદિયા,ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ,વિઠ્ઠલભાઇ બારૈયા,સંજયભાઇ ચુડાસમા,અનિલભાઇ સોલંકી જોડાયાં હતાં.