Latest

અંબાજી – રાજદીપ એન્ટરપ્રાઈઝ ના મેનેજમેન્ટ કરતા સહિત ૫ ઈસમો પર ગુનો નોંધાયો…..

  • રાજદીપ એન્ટરપ્રાઇઝ દ્વારા છૂટા કરાયેલા કર્મીઓ દ્વારા અન્ય એજન્સી ના કર્મી ને માર મારવાનો ગુનો દાખલ…..

ગુના માં સંડોવાયેલ આ ૫ ઈસમો પર અગાઉ પણ ફરિયાદ ની અરજી દાખલ કરાઈ હતી

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજરોજ રાજદીપ એન્ટર પ્રાઇઝ ના કર્મચારીઓ દ્વારા અન્ય એજન્સી ના કર્મચારીને ગાળો બોલી માર મારવાની તેમજ માટે નાખવાની ધમકી ની ફરિયાદ નોંધાઇ છે .

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર અને પરિસર વિસ્તાર ની સફાઇ માટે વર્ષે કરોડો રૂપિયા ના ટેન્ડર પ્રાઇવેટ કંપની અને અપાય છે.જેમાં હાલમાં “રાજદીપ એન્ટર પ્રાઇઝ” નામની કંપની ને સફાઇ નું ટેન્ડર અપાયેલ છે.તેમાં કામ કરતા વાલ્મીકિ સમાજ ના અમુક કર્મચારીઓ અને  કંપની મેનેજમેન્ટ વચ્ચે અમુક કારણોસર  મતભેદ થતાં તેમને છૂટા કરી દેવાયા હતા.ત્યારે આજરોજ બપોરે ૧ વાગ્યા ના સુમારે ” ૫૧ શક્તિપીઠ સર્કલ” વિસ્તાર માં સફાઇ કામ કરતા અન્ય એજન્સી ના ફરજ પર ના કર્મચારીઓ  – શાંતિલાલ સોમાભાઈ પુરાબિયા,ગામ – કુંડેલ ,તા.દાંતા  ,હાલ રહે – ખેડા વાળી ધર્મશાળા અંબાજી ને કામ ના સમય દરમિયાન માં આવી અહી કામ કેમ કરો છો ,કામ છોડી દો તેમ કહી વાત શરૂ કરી હતી જે વધતા વાદ – વિવાદ માં ફેરવાઈ હતી ,જેમાં રાજદીપ એન્ટર પ્રાઇઝ ના છૂટા થયેલા  કર્મચારીઓ – તરુણ ભાઈ પશાભાઈ મકવાણા એ ઉશ્કેરાઈ જઈ ને શાંતિલાલ ને ગાળો બોલી ગડદા પાટું નો માર મારવાનો શરૂ કરેલ હતો જેમાં શાંતિલાલ જોડે કામ કરતા તેમના પત્ની દક્ષા બેન વચ માં પડી વધુ માર માંથી છોડાવેલા ત્યારે તરુણભાઈ જતી વખતે કહેતો ગયેલ કે આજ બચી ગયો પણ લાગ આવે જાન થી મારી નાખીશ ની ધમકી આપેલ અને સાથે આવેલા સાગરીતો દ્વારા પણ તરુણ ભાઈ ને મદદગારી કરી હતી તથા અન્ય એક ઈસમ વિરુદ્ધ જેના દ્વારા આ ઝગડો કરવા ઉશ્કેરણી કરાઇ છે.જેમના વિરુદ્ધ માં આજ રોજ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે એફ.આઇ.આર.નોંધવામાં આવેલ છે.

ઇ.પી.કો.ની કલમ 323,294(B),506(2),114 મુજબ રાજદીપ એજન્સી ના મેનેજમેન્ટ  ના સહિત પાંચ ઈસમો સામે પોલીસ  ફરિયાદ નોંધવામાં આવી:-
અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માં મારામારી ની ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં આ ઝગડા બાબતે ઉશ્કેરણી કરાવનાર રાજદીપ એન્ટર પ્રાઇઝ ના મેનેજમેન્ટ – હર્ષિલ અખાણી સહિત કામ ના મુખ્ય આરોપીઓ ૧)તરુણભાઈ પશાભાઈ મકવાણા
૨) પ્રભા બેન હરેશભાઈ મકવાણા
૩) અમરતભાઈ મગનભાઈ મકવાણા
૪) સવિતાબેન માના ભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધી ને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .

રિપોર્ટર.. અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *