પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
તા.૧૨/૦૩/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.નાં માણસો પાલીતાણા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન પો.કો.ભદ્દેશભાઇ પંડયા તથા તરૂણભાઇ નાંદવાને બાતમી મળેલ કે,વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતા-ફરતાં આરોપી પૃથ્વીરાજસિંહ બહાદુરસિંહ ગોહિલ રહે.ટાણા,તા.શિહોર જી.ભાવનગરવાળો બ્લુ કલરનુ ટીશર્ટ અને જીન્સ પેન્ટ પહેરીને માલપરા ગામ,ગેસ ટર્મીનલ નજીક ઉભો છે.જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબનાં આરોપી હાજર મળી આવતાં તેની પુછપરછ કરતા નીચે મુજબના ગુનામાં નાસતાં-ફરતા હોવાનું જણાવતા કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ.
નાસતાં-ફરતાં આરોપીઓ:-
પૃથ્વીરાજસિંહ ઉર્ફે પ્રકાશ બહાદુરસિંહ ગોહિલ ઉ.વ.૪૮ ધંધો-સીક્યુરીટી રહે.બારોટ શેરી,મેઇન બજાર, ટાણા, તા.શિહોર જી.ભાવનગર
પકડવાના બાકી ગુન્હાની વિગત :-
વલસાડ રૂરલ પો.સ્ટે. પાર્ટ ‘‘ સી ’’ ગુ.ર.નં.૧૧૦૦૦૧૧૨૩૨૪૩૯/૨૦૨૩ પ્રોહિ.એકટ કલમઃ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી),૯૮(૨),૮૧ તથા ઇ.પી.કો. કલમ ૪૬૫,૪૬૮,૪૭૧ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ.ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા સ્ટાફનાં અશોકભાઇ ડાભી,ભદ્દેશભાઇ પંડયા,મહેન્દ્દસિંહ સરવૈયા,તરૂણભાઇ નાંદવા,પ્રજ્ઞેશભાઇ પંડયા