પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/ માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૦૯/૦૮/૨૦૨૪ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે રૂષીક ઉર્ફે રઘો ઉમેશગીરી ગૌસ્વામી રહે.કુડા, ભાવનગરવાળો પોતાના કબ્જા-ભોગવટાની સફેદ કલરની ઇકો કાર રજી. નંબર-GJ-01-KL-4537માં ચોર ખાનું બનાવી તેમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને વેળાવદર ભાલ તરફથી ભાવનગર નારી ચોકડી તરફ જનાર છે. જે બાતમી અંગે વોચમાં રહેતાં નીચે મુજબના માણસો નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલ પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ. તેઓ બંને વિરૂધ્ધ ભાવનગર શહેર, વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઃ-
1. રૂષીક ઉર્ફે રઘો ઉમેશગીરી ભીખુગીરી ગૌસ્વામી ઉ.વ.૨૪ રહે.રામાપીરના મંદિર સામે, કુડા, તા.ઘોઘા જી.ભાવનગર
2. અશોકકુમાર કેસરીનારાયણ પાંડે ઉ.વ.૭૪ રહે.ગળતેશ્વર મહાદેવ મંદિરમાં, ગળતેશ્વર રોડ, ટીંબા, સુરત
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. બેગ પાઇપર ડીલકી વ્હીસ્કી ઓરીજનલ ૧ લીટરની પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૯૯ કિં.રૂ.૬૨,૩૭૦/-
2. સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની ઇકો કાર રજી.નંબર-GJ-01-KL-4537 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૬૨,૩૭૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરવા માં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, સંજયભાઇ ચુડાસમા,અનિલભાઇ સોલંકી, પ્રજ્ઞેશભાઇ પંડયા વગેરે સ્ટાફ ના માણસો જોડાયાં હતાં