પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.૧૬/૦૬/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ.ભદ્દેશભાઇ પંડયા તથા પો.કોન્સ.તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે,નેસવડ ગામે રમેશભાઇ ભીલના મકાન પાસે જાહેર જગ્યામાં અમુક માણસો ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વતી તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માાણસો ગંજીપત્તાના પાના-પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતાં પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ મહુવા ટાઉન પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓઃ-
1. વલ્લભભાઇ ખોડાભાઇ શિયાળ ઉ.વ.૬૨ રહે. ખાડ વિસ્તાર, નેસવડ,તા.મહુવા જી.ભાવનગર
2. ભરતભાઇ વિસાભાઇ ડાંગર ઉ.વ.૩૮ રહે.તાવેડા, તા.મહુવા જી.ભાવનગર
3. સાગરભાઇ મનુભાઇ શિયાળ ઉ.વ.૩૦ રહે.નવા ઝાપા, મહુવા જી.ભાવનગર
4. મુકેશભાઇ રમેશભાઇ ચૌહાણ ઉ.વ.૩૬ રહે.નવા ઝાપા, મહુવા જી.ભાવનગર
રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૨૦,૭૦૦/- મળી કુલ કિં.રૂ.૨૦,૭૦૦/-નો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના ભદ્દેશભાઇ પંડયા,અશોકભાઇ ડાભી,તરૂણભાઇ નાંદવા,પીનાકભાઇ બારૈયા જોડાયાં હતાં.