પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.
આજરોજ તા.૧૭/૦૨/૨૦૨૫ના રોજ ભાવનગર,લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો નાસતા ફરતા આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા.તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, સુરત શહેર,ડી.સી.બી પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૨૧૦૦૧૫૨૩૦૧૧૨/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૪૨૦, ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ બી મુજબનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી અબ્દુલ કાદર ઉર્ફે છોટા સકીલ મહમદભાઈ સૈયદ રહે. ૧૭, મહેક સ્કુલની કુંભારવાડા, નારી રોડ, મ.નં. ૪૧૭ની સામે, ભાવનગર વાળો માળીના ટેકરા પાસે ઢાળ ઉપર હાજર છે. જે બાતમી આધારે તપાસ કરતા નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતા મજકુરની પુછપરછ કરતા આ ગુનામાં પકડવાનો બાકી હોવાનું જણાય આવતા નાસતાં-ફરતાં આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ અને સુરત શહેર, ડી.સી.બી પો.સ્ટેમાં જાણ કરવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીઃ-અબ્દુલ કાદર ઉર્ફે છોટા સકીલ મહેબુબભાઈ સૈયદ ઉ.વ.૩૨ રહે. કુંભારવાડા, નારી રોડ, મ.નં. ૪૧૭ની સામે, મામાની દેરી પાસે, મફતનગર, ભાવનગર
પકડવાના બાકી ગુનાની વિગત:-સુરત શહેર, ડી.સી.બી પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૫૨૩૦૧૧૨/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૪૨૦, ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ બી મુજબ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ શ્રી વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના વનરાજભાઈ ખુમાણ,જયદિપસિંહ ગોહિલ,માનદિપસિંહ ગોહિલ, કેવલભાઈ સાંગા જોડાયાં હતાં.