Crime

ગારીયાઘાર–પાલીતાણા રોડ પર આવેલ રાણપરડા ગામના પાટીયા ખાતે બનેલ લુંટનો ગુન્હાનાં આરોપીને ઝડપી લુંટનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ગઇ તા.૧૭/૦૬/૨૦૨૨નાં રોજ બેંક ઓફ બરોડા ગારીયાધારમાં નોકરી કરતાં નવિનકુમાર રધુવિરકુમાર સૈની તથા  લક્ષિત મધુસુદન રાંકાવત રહે.બંને મુળ- રાજસ્થાન હાલ-પાલીતાણાવાળા સાંજના સાડા ચારેક વાગ્યે નોકરી પરથી પરત પાલીતાણા આવવા માટે મોટર સાયકલમાં આવતાં હતાં. ત્યારે રાણપરડા ગામના પાટીયાથી થોડા દુર એક વાડીના દરવાજા સામે રોડ પર સફેદ કલરની કારનાં ચાલકે પાછળથી ટક્કર મારી મોટર સાયકલ નીચે પાડી દઇ કારમાથી બે માણસો પૈકી એક માણસે નવિનકુમાર રધુવિરકુમાર સૈનીને છરી બતાવી આઇફોન સેવન પ્લસ મોબાઇલ તથા બીજા બે માણસોએ છરી બતાવી લક્ષિત મધુસુદન રાંકાવત પાસેથી વન પ્લસ નાઇન આર.ટી મોબાઇલ મળી કુલ કિ.રૂ.૮૦,૦૦૦/- નાં મોબાઇલ નંગ-૨ ની લુંટ કરી નાસી ગયેલ.જે અંગે નવિનકુમાર રધુવિરકુમાર સૈનીએ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ.

આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલસાહેબે આ વણશોધાયેલ લુંટનો ગુન્હો શોધી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવા માટે એસ.બી. ભરવાડ પોલીસ ઇન્સ.,લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગરનાંઓને સુચના કરેલ.

ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારી/કર્મચારીઓ ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મળેલ બાતમી આધારે ગારીયાધારના નવાગામ રોડ,મારૂતિ ઇમ્પેક્સ કારખાના પાસેથી ફિરોજ ઉર્ફે બાલો શોભરાજભાઇ પઠાણ ઉ.વ.૨૬ ધંધો-હિરા ઘસવાનો રહે.નવાગામ રોડ,મફતપરા,ગારીયાધાર જી.ભાવનગર વાળાની  અંગજડતીમાંથી એપલ કંપનીનો મોબાઇલ તથા વન પ્લસ કંપનીનાં બંધ હાલતનાં મોબાઇલ નંગ-૨ મળી આવેલ.જે અંગે તેની પાસે આધાર કે બિલ માંગતાં નહિ હોવાનું અને ફર્યુ-ફર્યું બોલતો હોવાથી બંને મોબાઇલ કિ.રૂ.૮૦,૦૦૦/- ગણી શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.

તેની પુછપરછ દરમ્યાન આ બંને મોબાઇલ એકાદ મહિના પહેલા રાણપરડા ખારાનાં પાટીયા પાસેથી તેણે, ફૈજ મહમદ ઉર્ફે ફેજલો ફિરોજશા રફાઇ, ફરહાન ઉર્ફે ભયકો ફીરોજશા રફાઇ રહે.ત્રણેય ગારીયાધાર તથા પ્રિન્સ ભૈયો રહે.સુરતવાળા લઇ આવેલ સફેદ કલરની ફોર વ્હીલ ગાડીમાં જઇ લુંટ કરી મેળવેલ હોવાની કબુલાત કરેલ.જેથી તેને ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.

આમ, પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટ એ-ગુ.ર.નં- ૧૧૧૯૮૦૪૧૨૨૦૨૨૫/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૯૪,૩૯૮ વિગેરે મુજબનો ગુન્હો શોધી કાઢવામાં સફળતા મળેલ. આ ગુન્હાનાં અન્ય આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલઃ-                                                          એપલ તથા વન પ્લસ કંપનીનાંમોબાઇલ નંગ-૨ કિ.રૂ.૮૦,૦૦૦/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ,પો.સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા, એલ.સી.બી. સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ ગોહિલ, શક્તિસિંહ સરવૈયા, હરપાલસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઇ પંડયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *