Crime

મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી કિ.રૂ.૨૫,૫૫૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ  સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, પી.આર. સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

આજરોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાના શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન મળેલ માહિતી આધારે ઘેટી ગામમા રામાપીરના મંદીર પાસેથી કાળા કલરનાં આગળ-પાછળ રજી.નંબર પ્લેટ વગરનાં હિરો હોન્ડા મોટર સાયકલ સાથે શક્તિભાઇ હિંમતભાઇ મકવાણા ઉ.વ.૨૧ ધંધો-હીરાનો  તથા હિંમતભાઇ હરજીભાઇ વાઘેલા ઉ.વ.૨૨ ધંધો-હીરાનો રહે.બંને કંઝરડા તા.પાલીતાણા જી ભાવનગર વાળા હાજર મળી આવેલ.

તેઓ પાસે રહેલ મોટર સાયકલનાં કોઇ આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.તેઓ પાસેથી સેમસંગ કંપનીનો મોબાઇલ-૧ તથા ગોલ્ડન કલરનો સેમસંગ કંપનીનો સાદો કીપેડવાળો મોબાઇલ તથા લાકડાના હાથાવાળી ગીલોલ તથા બે નાના પથ્થરો મળી આવેલ. જે શક પડતી મિલ્કત ગણી મોટર સાયકલ કિ.રૂ.૧૫,૦૦૦/-, સેમસંગ કંપનીનો મોબાઇલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/-, સેમસંગ કંપનીનો સાદો મોબાઇલ-૧ કિ.રૂ.૫૦૦/-,લાકડાના હાથાવાળી ગીલોલ કિ.રૂ.૫૦/- તથા બે નાના પથ્થરો કિ.રૂ.૦૦/- ગણી કુલ રૂ.૨૫,૫૫૦/- નો મુદ્દામાલ શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ અંગે તેઓ બંનેની પુછપરછ કરતાં મોટર સાયકલ  બંને જણાંએ દોઢેક મહિના પહેલા પાલીતાણા પોપડા વિસ્તારમાં પડેલ હતી.ત્યાથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જે અંગે ખરાઇ કરતાં નીચે મુજબનો ગુન્હો દાખલ થયેલ હોવાનું જણાય આવેલ.જેથી તેઓને આગળની વધુ કાર્યવાહી થવા માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.

શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-
પાલીતાણા ટાઉન પો.સ્ટે. પાર્ટ એ-ગુ.ર.નં-૧૧૧૯૮૦૪૨૨૨૦૫૬૬/૨૦૨૨ ઇ.પી.કો કલમઃ-૩૭૯ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, બિજલભાઇ કરમટીયા, હરીચંદ્દસિંહ ગોહિલ,શક્તિસિંહ સરવૈયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *