Crime

ગૌ વંશનું કતલખાનું ઝડપાયું

પાનોલી પોલીસે અંકલેશ્વરના આલુંજ ગામની પાછળ આવેલી બાવળી ખાંચા પાસેથી 260 કિલો ગૌમાસ અને 31 ગૌ વંશોને મુક્ત કરાવી રૂ.4.89 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ખાટકીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાનોલી પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે, અંકલેશ્વરના આલુંજ ગામની પાછળ આવેલી બાવળી ખાંચામાં હાફેસ આદમ જોગીયાતના બાવળીવાલી પડતર જગ્યામાં ગૌ વંશનું કટિંગ ચાલી રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી ગૌ વંશનું કતલ કરતા આલુંજ ગામના મસ્જીદ ફળિયામાં રહેતો આશીફ અબ્દુલ સુલેમાન જોગીયાત, સુલેમાન ઈકબાલ જોગીયાત અને સલમાન સઈદ અહેમદ કાલુ દિવાનને ઝડપી પાડી પાડ્યા હતા. સ્થળ પરથી 260 કિલો ગૌ વંશ અને કતલ કરવાના ઈરાદે વાડામાં રાખેલ 12 ગાય, 5 બળદ અને 14 વાછરડી મળી 31 પશુઓને મુક્ત કરાવ્યા હતા. પોલીસે સ્થળ પરથી એક પીકઅપ ગાડી અને બે બાઈક, કતલ કરવાના સાધનો તેમજ 3 ફોન મળી કુલ 4.89 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી કતલખાનું ધમધમતું હોવાની વિગતો બહાર આવી રહી છે.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *