bhavnagarBreaking NewsCrimeGujarat

સોના-ચાંદીના દાગીના કિ.રૂ.૪,૮૫,૮૦૦/-સહિત કુલ રૂ.૪,૯૦,૮૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

આજરોજ તા.૦૨/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ઉપરોકત સુચના આધારે ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,એલ.સી.બી.નાં પો.કોન્સ.વિશ્વજીતસિંહ ઝાલા તથા પાર્થભાઇ ધોળકિયાને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે,ગ્રે કલરનું લોઅર તથા અડધી બાયનું ટીશર્ટ પહેરીને એક માણસ સોના-ચાંદીના દાગીનાઓ લઇને ભાવનગર,વાઘાવાડી રોડ,એકસીસ બેંક સામે દક્ષિણામૂર્તિ સ્કુલના ખુણે ઉભો છે.જે માણસ સોનાના દાગીના કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં માણસ નીચે મુજબના શંકાસ્પદ સોના-ચાંદીના દાગીના સાથે હાજર મળી આવેલ.જે સોના-ચાંદીના દાગીના રાખવા અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ તમામ દાગીના તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.
આ માણસની પુછપરછ કરતાં આજથી આશરે બે મહિના પહેલાં તે અમદાવાદ ભાડું ઉતારવા ગયેલ.ત્યાંથી તેની અર્ટીગા કાર રજી.નંબર-GJ-04-DN 5772માં દિલીપભાઇ શાહ રહે.વિદ્યાનગર,ભાવનગરવાળાના પરિવારને લઇને ગાંધીનગર-અમદાવાદથી ભાવનગર,વિદ્યાનગરમાં ઉતારી દીધેલ.આ વખતે દિલીપભાઇ શાહના પરિવારમાંથી કોઇનું સોનાના દાગીના ભરેલ પર્સ પડી રહેલ તે લઇ લીધેલ હોવાનું જણાવેલ.જે અંગે આગળની વધુ તપાસ થવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ માણસઃ-
મુકેશ કાનજીભાઇ ધાપા ઉ.વ.૪૦ ધંધો-ડ્રાયવીંગ રહે.જ્ઞાનગુરૂ સ્કુલવાળા ખાંચામાં,જુની સાગવાડી, કાળીયાબીડ, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ગ્રે કલરનું પારદર્શક કવર ચડાવેલ આછા વાદળી કલરનો વીવો કંપનીનો ડીવાઇસ નેમ-vivo Y20G I.M.E.I નંબર-866240058019493/866240058019485વાળો મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/-
2. ખીલાની ડિઝાઇનવાળી સોનાની બંગડી નંગ-૦૨ વજન-૪૯ ગ્રામ ૨૧૦ મીલીગ્રામ કિ.રૂ.૩,૦૨,૬૪૦/-
3. કાળા મોતીવાળું બે સરનું સોનાનં મંગળસુત્ર મોતી સહિત વજન-૧૩ ગ્રામ ૯૧૦ મીલીગ્રામ કિ.રૂ.૮૫,૫૪૦/-
4. સોનાની પોચી નંગ-૧ વજન-૯ ગ્રામ ૬૫૦ મીલીગ્રામ કિ.રૂ.૫૯,૩૫૦/-
5. સોનાની પાંદડીની ડિઝાઇનવાળી બુટ્ટી જોડ-૦૧ વજન-૨ ગ્રામ ૨૪૦ મીલીગ્રામ કિ.રૂ.૧૩,૭૮૦/-
6. સોનાની લેડિઝને પહેરવાની વીંટી નંગ-૦૩ વજન-૩ ગ્રામ ૮૬૦ મીલીગ્રામ કિ.રૂ.૨૩,૭૪૦/-
7. મહાલક્ષ્મીજીની મૂર્તિવાળો ૧૦ ગ્રામ ચાંદીનો સિક્કો-૧ કિ.રૂ.૭૫૦/- મળી કુલ કિ.રૂ.૪,૯૦,૮૦૦/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,સ્ટાફનાં યુસુફખાન પઠાણ,અનિરૂધ્ધસિંહ ગોહિલ,બાબાભાઇ હરકટ,વિશ્વજીતસિંહ ઝાલા,પાર્થભાઇ ધોળકિયા,એજાજખાન પઠાણ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 391

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *