અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. 1.04 કરોડની જીએસટીની ચોરીના ગુનામાં વધુ એક આરોપીને SOG પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા મેળવવા માટે પોતાના ડોક્યુમેન્ટ આપ્યા હતાં.
અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં 14મી ડિસેમ્બર 2022ના રોજ એક ગુનો દાખલ થયો હતો. જેમાં આરોપીએ દર મહિને રૂ. 15 હજારનો આર્થિક લાભ મેળવવા માટે પોતાના આધરકાર્ડ, પાનકાર્ડ વગેરે ડૉક્યુમેન્ટ આપી ભાડા કરાર કરી તે આધારે GST નંબર મેળવવા તથા એક્ષીસ બેંકમાં પોતાના નામનુ એકાઉન્ટ ખોલાવી ડોક્યુમેન્ટ આપીને અંદાજીત રૂ. 80 હાજરનો લાભ મેળવીને ગુનો કર્યો હતો.
જેની તપાસ એસઓજી પોલીસે હાથ ધરતા આરોપીઓએ પોતાનો આર્થિક લાભ મેળવવા સારુ કાવતરૂ રચી તેમણ મેંળવેલા GST નંબરના આધારે રૂ.1 કરોડ 04 લાખ 52 હજાર 416 બેંકમાં જમાં કરી જે નાણા RTGS/IMPSથી ટ્રાન્સફર કરેલા તથા GST ચોરી કરી હતી. જેની ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે માહિતી મેળવી તેનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરતા પ્રથમ જાકીર શા બાબુ શા દિવાનને 29મી એપ્રિલ 2023 વાગે પકડી અટક કરી હતી.
SOG પોલીસે ત્યારબાદ અન્ય આરોપી અહમદ ડ/o રમત સલીમ શેખ રહે સુરતનાને 17 મી મે 2023ના રોજ અટક કરી રિમાન્ડ મેળવવા અંગેની કાર્યવાહી કરવામાં આવનાર છે. આમ GST ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી ગુનામાં સંડોવાયેલા વધુ આરોપીઓને ઝડપી પાડવાની કવાયત ચાલુ છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.