2022 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 156 જેટલી સીટો જીતીને નવો રેકોર્ડ સર્જવામાં આવ્યો છે ત્યારે ભુપેન્દ્ર પટેલ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાત સરકારમાં પ્રથમ વખત મંત્રી બનેલા અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર મંત્રી બન્યા બાદ પણ વિભાગમાં આવ્યા હતા અને આજે 2023નું વર્ષ આવી ગયા બાદ પણ પણ વિવાદ ગજેન્દ્રસિંહ પરમારને છોડતો નથી.
વાત કરવામાં આવે તો 2017માં પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ગજેન્દ્રસિંહ પરમાર ભુપેન્દ્ર પટેલ સરકારમાં અન્ન નાગરિક પુરવઠા મંત્રી હતા અને ત્યારબાદ મીડિયામાં તેમની સામે યુવતીની ફરિયાદ નોંધી શકાઈ ન હતી અને મહિલાએ પોતાની સગીર પુત્રી સાથે થયેલી છેડછાડને મામલે ઘણા સમયથી લડત આરંભી હતી અને આ લડત સિરોહી કોર્ટના આદેશ બાદ નોંધાઇ હતી અને મહિલાનો વિજય થયો હતો અને આબુરોડ ખાતે આવેલા સદર પોલીસ સ્ટેશનમાં ગુજરાત ભાજપના સાબરકાંઠાના કદાવર નેતા ગજેન્દ્રસિંહ પરમાર સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગજેન્દ્રસિંહ પરમાર ની સાથે અન્ય ત્રણ લોકોની સામે પણ કોર્ટના આદેશ બાદ ગુનો નોંધવામાં આવ્યો છે.
વાત કરવામાં આવે તો ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અવારનવાર વિભાગમાં સફળતા રહે છે ત્યારે ગુજરાતના ધારાસભ્ય વિરુદ્ધ રાજસ્થાન માં કોર્ટના આદેશ બાદ પોલીસ ફરિયાદ નોંધાતા ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી ગઈ હતી. અમદાવાદની મહિલા સાથે સંપર્ક થયા બાદ જેસલમેર ફરવા ગયા હતા અને તેમની પર આરોપ છે કે ધારાસભ્યએ આબુરોડ ખાતે કારમાં મહિલા સાથે બેઠેલી સગીરાની દીકરી સાથે બળજબરીથી છેડતી કરી હતી જ્યારે ધારાસભ્ય છેડતી કરી હતી ત્યારે યુવતી ની માતા નીચે ઉલટી કરી રહી હતી અને જ્યારે ઉલટી કર્યા બાદ તેને ગાડીનો દરવાજો ખોલી મહિલાની નાબાલીક પુત્રી બહાર આવી ગઈ હતી અને રડવા લાગી હતી પોતાની પુત્રી સુમસામ જોવા મળતા મહીલા ભરાઈ ગઈ હતી આ સમયે તેની પુત્રીએ માતાને જેસલમેર જવાની ના પાડી હતી ત્યારબાદ અમદાવાદ ખાતે આવીને મહિલાની નાબાલીક પુત્રીએ સમગ્ર હકીકત જણાવતા ખળભળાટ મચી ગયો હતો અને ત્યારબાદ મહિલા દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા પણ ધારાસભ્યના કારણે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ શકી ન હતી
2020 માં અમદાવાદની મહિલાનો પ્રાંતિજના ધારાસભ્ય સાથે ઓળખાણ થઈ હતી બાદમાં ધારાસભ્ય સાથે અમદાવાદની મહિલા અને તેની દીકરી અને અન્ય વ્યક્તિ જેસલમેર ફરવા જવા માટે નીકળ્યા હતા ત્યારે આબુરોડ ખાતે બ્રહ્માકુમારીની સામે ગાડી પહોંચતા અમદાવાદની મહિલાએ ફરિયાદ કરી હતી કે મને ઉલટી થાય છે ત્યારે તે મહિલા ગાડીમાંથી નીચે ઉતરીને થોડાક આગળ જઈને ઉલટી કરવા પ્રયત્ન કર્યો હતો અને તેને ઉલટી થઈ શકી ન હતી ત્યારે ગાડીમાં બેસેલી તેમની દીકરી રડતી રડતી દોડીને બહાર આવી ગઈ હતી અને જણાવ્યું હતું કે મારે જેસલમેર જવું નથી જે બાદ બધા અમદાવાદ પરત આવી ગયા હતા. ભારે પરેશાનને કારણે 5 માર્ચ 2022 ના રોજ મહિલા દ્વારા આત્મહત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદી મહિલાએ તેની પુત્રી સાથે થયેલી છેડછાડને લઈને ગજેન્દ્રસિંહ અને તેમની સાથેના બે લોકો વિરુદ્ધ સદર આબુરોડ પોલીસ સ્ટેશનમાં 26 મે 2022 ના રોજ રિપોર્ટ કરી હતી પણ તેમની સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી ત્યારબાદ આ મહિલાએ ૧૨ ઓક્ટોબર 2022 ના રોજ રજીસ્ટ ર ડાક પોલીસ સ્ટેશન સદર આબુરોડ પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ કર્યો હતો અને ત્યારબાદ ડીએસપી શિરોહીને પણ રજીસ્ટ્રી ડાક રિપોર્ટ મોકલેલ હતો ત્યારબાદ શિરોહી કોર્ટના આદેશ બાદ ભારતીય દંડ સંહિતાની ધારા 354,354 એ, 365, 506, 384/347/8 પોસ્કો કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આબુરોડ પોલીસ સ્ટેશન ના પીઆઇ પ્રવીણ આચાર્ય જણાવ્યું હતું કે આ મામલામાં અમે તટસ્થ તપાસ કરીશું અને વંદનાબેન જે પીડિત યુવતી ના માતા છે તેમના પણ જવાબ લીધેલ છે. સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી ચલાવી રહ્યા છે. ઘટના આબુરોડમાં દાખલ થઈ છે. રાજસ્થાનમાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે પણ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા સામે મહિલાની છેડથી નો ગુનો પોસ્કો કલમથી નોંધાયો છે. 20 જાન્યુઆરી 2023 ના રોજ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આબુરોડ સદર પોલીસ સ્ટેશનમાં.
અંબાજી પ્રહલાદ પૂજારી