પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડ નાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ઇગ્લીંશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી-રાજદીપસિંહ ગંભીરસિંહ ઝાલા રહે.લીંમડી,જી.સુરેન્દ્રનગર વાળો ભાવનગર શહેરમાં ચિત્રા,પ્રેસ ક્વાટર્સ, બસ સ્ટેન્ડમાં રોડ ઉપર ઉભો છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાંએ તપાસ કરતાં નીચે મુજબનો નાસતો-ફરતો આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
નાસતાં-ફરતાં આરોપી:-
રાજદીપસિંહ ગંભીરસિંહ ઝાલા ઉવ.૨૦ ધંધો.ખેતી રહે.પ્લોટ નં.૧૮, કર્મચારીનગર,ખારાવાસ પાછળ,લીંમડી,જી.સુરેન્દ્રનગર,મુળ રહે.-મોજીદડ,તા.ચુડા,જી.સુરેન્દ્રનગર
કરેલ ગુન્હો:-
ભાવનગર શહેર,બોરતળાવ પો.સ્ટે.પાર્ટ-સી ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૩ ૧૪૨૨/ ૨૦૨૩ પ્રોહી.એકટ કલમ.- ૬૫(એ),(ઇ), ૧૧૬(બી),૮૧, મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ,તથા પોલીસ કર્મચારી ભયપાલસિંહ ચુડાસમા,ચન્દ્રસિંહ વાળા,જયદીપસિંહ ગોહિલ,સંજયસિંહ ઝાલા,મજીદભાઇ શમા જોડાયાં હતાં.