bhavnagarBreaking NewsCrimeGujarat

રોકડ રૂ.૧૭,૭૫૦/- નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાના પાના-પૈસા વડે હારજીતનો હાથકાંપનો જુગાર રમતાં ત્રણ માણસોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૪/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,આનંદનગર,સાંઇબાબાના મંદિર પાસે આવેલ ઉમંગી મામાના ઓટલા પાછળ જાહેર જગ્યામાં લાઇટના અજવાળે અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો હારજીતનો જુગાર રમે છે.જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો હારજીતનો જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
જુગાર રમતાં પકડાયેલ આરોપીઓઃ-
1. રાજેશભાઇ ઉર્ફે ગાંગુલી બાબુભાઇ જાદવ ઉ.વ.૩૨ ધંધો-હિરા ઘસવાનો રહે.પ્લોટ નંબર-૧૭૫, રજપુત સોસાયટી, ખેડુતવાસ, ભાવનગર
2. જગાભાઇ ટીડાભાઇ સોલંકી ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે.વણકરવાસ, વીમાના દવાખાના પાસે, આનંદનગર, ભાવનગર
3. સુરેશભાઇ વશરામભાઇ પરમાર ઉ.વ.૨૮ ધંધો-હિરા ઘસવાનો રહે.પ્લોટ નંબર-૧૪૫/એફ, ૫૦ વારીયા, ખેડુતવાસ, ભાવનગર

રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલ ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા ભારતીય દરની અલગ-અલગ ચલણી નોટો રોકડ રૂ.૧૭,૭૫૦/- નો મુદ્દામાલ

સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,તથા પોલીસ કર્મચારી મહેન્દ્દભાઇ ચૌહાણ,અનિલભાઇ સોલંકી,રાજેન્દ્દભાઇ ભલાભાઇ,એજાજખાન પઠાણ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

1 of 433

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *