પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,નિલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી નરેશભાઇ મનુભાઇ શાહ રહે.દે.પુ.વાસ,ચાવડીગેઇટ,વડવા,ભાવનગરવાળો હાલ-ચાવડીગેઈટ તેના ઘર પાસે હાજર છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
નાસતાં-ફરતાં આરોપીઃ- નરેશભાઇ મનુભાઇ શાહ ઉ.વ.૩૫ રહે.રામાપીરના મંદિર પાસે,ચાવડી ગેઇટ,ભાવનગર
ગુન્હોઃ- ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૩ ૦૩૪૫/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ,એ, ૮૧,મુજબ
આ સમગ્ર કામગીરી માં પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા, લગ્ધીરસિંહ ગોહિલ વગેરે સ્ટાફ ના માણસો જોડાયેલ હતાં.