bhavnagarBreaking NewsCrimeGujarat

પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૦૮/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફના માણસો ભાવનગર,પાલીતાણા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અનિરૂધ્ધસિંહ ગોહિલ A.S.I.,એલ.સી.બી.,ભાવનગરનાઓને બાતમી મળેલ કે,પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પકડવાના બાકી આરોપી યોગેશભાઇ મહેતા રહે.સિહોરવાળા શેત્રંજય તળેટી ગેટ પાસે ઉભેલ છે. જે બાતમી આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના પકડવાના બાકી આરોપી હાજર મળી આવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.

પકડાયેલ આરોપીઃ-યોગેશભાઇ બાલકૃષ્ણભાઇ મહેતા ઉ.વ.૪૪ રહે.પ્લોટ નંબર-૨૬,ક્રિષ્નાનગર,જલારામ રેસ્ટોરન્ટ પાછળ,સિહોર જી.ભાવનગર

આરોપીને પકડવાનો બાકી ગુન્હોઃ-પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૨૨૪૦૦૬૩/૨૦૨૪ પ્રોહિ.એકટ કલમઃ- ૬૫ એ,ઇ, ૧૧૬ બી મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ,જયદાનભાઇ લાંગાવદરા,ફાલ્ગુનસિંહ ગોહિલ,એજાજખાન પઠાણ,રાજેન્દ્દભાઇ મનાતર વગેરે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

1 of 433

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *