રાજકોટ શહેર આજી ડેમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ દ્વારા આગામી લોકસભાની ચુંટણીને ધ્યાને લઇ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
જે અનુસંધાને તા.૦૯/૦૪/૨૦૨૪ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો પાલીતાણા સીટી વિસ્તારમાં નાસતા-ફરતાં આરોપીને પકડવાની ડ્રાઇવ સબબ પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન રાજકોટ શહેર,આજી ડેમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી મહેશભાઇ ભુપતભાઇ વાઘેલા રહે.સનાળા,મુળ-ભંડારીયા તા.જેસર,જી.ભાવનગર વાળો પાલીતાણામાં હવા મહેલના ગેઇટ પાસે ઉભો હોવાની માહિતી મળેલ.જે માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબનાં નાસતા-ફરતા આરોપી હાજર મળી આવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.આ અંગે રાજકોટ શહેર,આજી ડેમ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ.
નાસતાં-ફરતાં આરોપીઃ-મહેશભાઇ ભુપતભાઇ વાઘેલા ઉ.વ.૨૧ ધંધો-મજુરી રહે.સનાળા તા.જેસર જી.ભાવનગર મુળ-ભંડારીયા, તા.જેસર જી.ભાવનગર
ગુન્હાની વિગત :- રાજકોટ શહેર,આજી ડેમ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૮૦૦૨૨૩૦૨૨૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૬૩, ૩૬૬, મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા ડિ.કે.આહિર,સત્યજીતસિંહ ચુડાસમા,દિનેશભાઇ માયડા,મજીદભાઇ શમા,મહેશભાઇ કુવાડિયા