Latest

જીલ્લા કક્ષાનો હોમિયોપેથિક કેમ્પ ઉના માં યોજાયો..

તા.૧૦/૦૪/૨૦૨૪ બુધવાર ના રોજ કોળી સમાજ નો ચોરો,ભીમપરા વિસ્તાર,ઉના ખાતે હોમિયોપેથીક કેમ્પ યોજાયો હતો.ડો સેમ્યુઅલ હેનેમેન ના જન્મ દિવસ ને વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમીતે ઉજવામાં આવે છે. આ જન્મ દિવસ નીમતે દીપ પ્રાગટય અને કેક કાપી કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

સરકારી હોમિયોપેથિક દવાખાનું ઉના તથા સંવેદના ડેવલપમેન્ટ ફાઉડેશન – ગુજરાત ના પ્રમુખ રસિકભાઈ ચાવડા સહયોગથી ફી સર્વ રોગ નિદાન સારવાર હોમિયોપેથિક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં અનેક દર્દીઓ એ લાભ લીધો હતો.

આ કેમ્પ માં જીલ્લાના નામાંકીત હોમિયોપેથિક ડોકટરશ્રી ઓ ડો.એસ.બી.રૂપાપરા(મેડીકલ ઓફીસર-ઉના) ડો.ઋચિતા રાઠોડ (મેડીકલ ઓફીસર-ડોળાસા)ડો.શીલા ગોહીલ (મેડીકલ ઓફીસર-કાજ) ડો.રાજુ ભમ્મર (મેડીકલ ઓફીસર-સરખડી) ડો.સ્વાતિ સોલંકી (મેડીકલ ઓફીસર-ડારી) ડો.સંજય કેશવાલા(મેડીકલ ઓફીસર-તાલાળા) એ સેવા આપી હતી.આ કેમ્પ મા સરકારી હોમિયોપેથિક દવાખાનું ઉના તથા સંવેદના ડેવલપમેન્ટ ફાઉડેશન – ગુજરાત ના રસીકભાઈ ચાવડા ના સહકાર થી આયોજન કરવમાં આવેલ હતું. તમામ એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 552

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *