પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ દ્વારા આગામી લોકસભાની ચુંટણીને ધ્યાને લઇ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
જે અનુસંધાને ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસોને સુરત શહેર,ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી છેલ્લાં બાર વર્ષ આઠ મહિનાથી વચગાળા જામીન રજા ઉપરથી ફરાર પાકા કામના કેદી રાજુભાઇ માધાભાઇ સોલંકી રહે.મુળ-પરવાળા,તા.ઉમરાળા,જી.ભાવનગરવાળા હાલ-સુરત ખાતે રહેતાં હોવાની સચોટ બાતમી મળી આવેલ.જે બાતમી આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમ સુરત ખાતે જઇ તપાસ કરતાં નીચે મુજબના કેદી ખોડીયાર જેમ્સ,બમ્બાવાડી પાસે,કતારગામ,સુરત હાજર મળી આવતાં તેને ઝડપી લઇ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવેલ.
પાકા કામના કેદી:-રાજુભાઇ માધાભાઇ સોલંકી ઉ.વ.૪૨ રહે.મુળ-પરવાળા,તા.ઉમરાળા,જી.ભાવનગર હાલ-રૂમ નં.૪૦૨,અમીઝરા એપાર્ટમેન્ટ,ઘાંચી શેરી,મેઇન રોડ,કતારગામ,સુરત
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,તથા સ્ટાફના હરેશભાઇ ઉલ્વા,દિપસંગભાઇ ભંડારી,હિરેનભાઇ સોલંકી,નીતિનભાઇ ખટાણા,પ્રગ્નેશભાઇ પંડયા,મહેશભાઇ કુવાડિયા જોડાયાં હતાં.