Latest

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમ લીંબડી શહેર ખાતે યોજાયો.

મતદાનથી વિશેષ કંઈ નથી,હું અવશ્ય મતદાન કરીશ.મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા માટે મશાલ રેલી, નાટક અને નૃત્યનું આયોજન કરાયું હતું.

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મતદાતાઓ મતદાનથી અળગા ન રહે અને મોટા પ્રમાણમાં મતદાન કરે તે અંગે વિસ્તૃત સમજ આપી માહિતગાર કરવામાં આવ્યા હતાં. દરેક મતદાતાઓ પોતે મતદાન કરે અને અન્ય પરિવારજનો, સગા સંબધીઓને પણ અવશ્ય મતદાન કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ”મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” મતદાન પ્રતિજ્ઞા લઈને ઉપસ્થિત લોકો અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા.

૯-સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારનાં લીંબડી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
મતદાતાઓ આ ચૂંટણીપર્વમાં ઉત્સાહભેર જોડાઈને વધુમાં વધુ મતદાન પ્રક્રિયામાં સહભાગી બની લોકતંત્રને સબળ બનાવે તેવા ઉત્તમ આશયથી ૬૧ – લીબંડી વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી કે.સી. સંપટનાં માર્ગદર્શન હેઠળ ૬૧- લીબંડી વિધાનસભામાં સમાવિષ્ટ ગામોમાં વ્યાપક પ્રમાણમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

જેના ભાગરૂપે મતદાતાઓમાં મતદાનનું પ્રમાણ વધે તે હેતુસર ૬૧-લીબંડી મતદાર જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો હતો. દરેક લોકોએ પોતાનો કિંમતી મત આપવો એ પોતાનો હક અને મૂળભૂત ફરજ છે જો એમ કહીએ તો પણ અતિશયુક્તિ નથી

મતદાન પ્રતિજ્ઞા લઈ અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં ૬૧-લીબંડી વિધાનસભાના મતદારોને લોકશાહીનું મહાપર્વ કહી શકાય એવી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ જ્યારે આંગણે આવીને ઊભી છે ત્યારે સુરેન્દ્રનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.સી.સંપટ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અર્જુન ચાવડાના માર્ગદર્શન હેઠળ ૬૧- વિધાનસભા મતવિસ્તારમાં આવેલા મતદાન મથકોએ વધુમાં વધુ મતદાન કરવામાં માટે જાગૃત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યા, નાયક જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, મતદાર નોંધણી અધિકારી કુલદીપ દેસાઈ સહીતનાં લીબંડી શહેરનાં જાગૃત મતદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રિપોર્ટર રાઠોડ વલ્લભભાઈ લીંબડી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *