પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
તા.૩૦/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન આરઝુ સરજુભાઇ આડોડિયા તથા તેની સાથે મહિલાઓ રહે.તમામ આડોડિયાવાસ,ભાવનગર વાળાનાં કબ્જા-ભોગવટાની ગ્રે કલરની ઇકો કાર રજી.નંબર-GJ-04-DA 5347માં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વાહનમાં ડાયમંડ ચોક તરફથી આવતાં આ ખાંચામાંથી પસાર થઇ આડોડિયાવાસ તરફ જવા માટે નીકળવાનાહોવાની માહિતીઆધારે વોચમાં રહેતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે હાજર મળી આવેલ.તેઓ તમામ વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
પકડાયેલ આરોપીઃ-
1. આરઝુભાઇ સરજુભાઇ રાઠોડ ઉ.વ.૩૩ ધંધો-પ્રાયવેટ નોકરી
2. પ્રિતીબેન વા/ઓ આરઝુભાઇ સરજુભાઇ રાઠોડ ઉ.વ.૩૨ ધંધો-ઘરકામ
3. હીરલબેન વા/ઓ નિમેશભાઇ સાગરભાઇ પરમાર ઉ.વ.૩૫ ધંધો-ઘરકામ
4. સોનીયાબેન વા/ઓ સુશીલભાઇ દિલીપભાઇ ગારંગે ઉ.વ.૩૨ ધંધો-ઘરકામ
5. દેવયાની ડો/ઓ નરશીભાઇ ચતુરસિંહ પરમાર ઉ.વ.૩૦ ધંધો-ઘરકામ રહે.નંબર-૧ થી ૫ આડોડિયા વાસ, ભાવનગર
6. ગૌતમભાઇ વિજયભાઇ ચુડાસમા ઉ.વ.૨૧ ધંધો-ડ્રાયવીંગ રહે.ભારત પેટ્રોલ પંપ પાછળ,ખોડીયાર ઘંટી પાસે,સોનગઢ તા.શિહોર જી.ભાવનગર
સાથે કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ૮ પી.એમ. સ્પેશ્યલ વ્હીસ્કી ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી ૧૮૦ ML પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૭૬૮ કિ.રૂ. ૯૨,૧૬૦/-
2. ઓફિસર્સ ચોઇસ પ્રેસ્ટીજ વ્હીસ્કી ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી ૧૮૦ ML પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૩૫૦ કિ.રૂ.૪૩,૭૫૦/-
3. અલગ-અલગ કલરની સુટકેસ નંગ-૦૭ તથા થેલા-૦૬ કિ.રૂ.૧,૬૦૦/-
4. અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂ.૪૫,૦૦૦/-
5. ગ્રે કલરની મારૂતિ કંપનીની ઇકો કાર રજી.નંબર- GJ-04-DA 5347 કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૩૨,૫૧૦/- નો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પોલીસ કર્મચારી ભૈપાલસિંહ ચુડાસમા,ઇમ્તિયાઝખાન પઠાણ,ચંદ્દસિંહ વાળા,મજીદભાઇ શમા,અલ્ફાઝ વોરા,પ્રજ્ઞેશભાઇ પંડયા વગેરે જોડાયેલ હતાં.