પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને રાજય બહારથી જિલ્લામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાથી ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૦૨/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,એલ.સી.બી.ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,મીનાબેન રાકેશભાઇ રાઠોડ રહે.આડોડિયાવાસ,ભાવનગરવાળા તેનાં કબ્જા-ભોગવટાની સુટકેસોમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ભાવનગર,હલુરીયા ચોકમાં આવેલ કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરની સામે ભુતના લીંમડા તરફ જતાં રસ્તે ખાંચામાં ઉભા છે.જે બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં મહિલા નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલ જથ્થા સાથે હાજર મળી આવેલ.તેણી વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
પકડાયેલ આરોપીઃ મીનાબેન વા/ઓ રાકેશભાાઇ રાજેશભાઇ રાઠોડ ઉ.વ.૩૫ ધંધો-ઘરકામ રહે.આડોડિયાવાસ,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલ
1. ઓફિસર્સ ચોઇસ પ્રેસ્ટીજ વ્હીસ્કી ૧૮૦ ML પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૩૦૫ કિ.રૂ.૩૮,૧૨૫/-
2. ૮ પી.એમ. સ્પેશ્યલ વ્હીસ્કી ૧૮૦ ML પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૨૭૫ કિ.રૂ.૩૩,૦૦૦/-
3. અલગ-અલગ સુટકેસ નંગ-૦૪ કિ.રૂ.૮૦૦/-મળી કુલ રૂ.૭૧,૯૨૫/-નો મુદ્દામાલ સમગ્ર પ્રકરણમાં કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી મહેન્દ્રભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદીયા,ઘનશ્યામભાઇ ગોહિલ,વિઠ્ઠલભાઇ બારૈયા,અનિલભાઇ સોલંકી,રાજેન્દ્રભાઇ બરબસીયા,સંજયભાઇ ચુડાસમા,એજાજખાન પઠાણ,જાગૃતિબેન કુંચાલા