bhavnagarBreaking NewsCrimeGujarat

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૫૮૦ કિ.રૂ.૭૧,૧૨૫/- સહિત કુલ રૂ.૭૧,૯૨૫/-ના મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને રાજય બહારથી જિલ્લામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાથી ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૨/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,એલ.સી.બી.ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,મીનાબેન રાકેશભાઇ રાઠોડ રહે.આડોડિયાવાસ,ભાવનગરવાળા તેનાં કબ્જા-ભોગવટાની સુટકેસોમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ભાવનગર,હલુરીયા ચોકમાં આવેલ કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરની સામે ભુતના લીંમડા તરફ જતાં રસ્તે ખાંચામાં ઉભા છે.જે બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં મહિલા નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલ જથ્થા સાથે હાજર મળી આવેલ.તેણી વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

પકડાયેલ આરોપીઃ મીનાબેન વા/ઓ રાકેશભાાઇ રાજેશભાઇ રાઠોડ ઉ.વ.૩૫ ધંધો-ઘરકામ રહે.આડોડિયાવાસ,ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલ

1. ઓફિસર્સ ચોઇસ પ્રેસ્ટીજ વ્હીસ્કી ૧૮૦ ML પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૩૦૫ કિ.રૂ.૩૮,૧૨૫/-

2. ૮ પી.એમ. સ્પેશ્યલ વ્હીસ્કી ૧૮૦ ML પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૨૭૫ કિ.રૂ.૩૩,૦૦૦/-

3. અલગ-અલગ સુટકેસ નંગ-૦૪ કિ.રૂ.૮૦૦/-મળી કુલ રૂ.૭૧,૯૨૫/-નો મુદ્દામાલ                                                                                                                          સમગ્ર પ્રકરણમાં કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી મહેન્દ્રભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદીયા,ઘનશ્યામભાઇ ગોહિલ,વિઠ્ઠલભાઇ બારૈયા,અનિલભાઇ સોલંકી,રાજેન્દ્રભાઇ બરબસીયા,સંજયભાઇ ચુડાસમા,એજાજખાન પઠાણ,જાગૃતિબેન કુંચાલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સફર

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 105

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *