અંબાજી ધામ તો મા અંબાનુ ધામ છે.અંબાજી નજીક પાન્છા બસ સ્ટેશન બાજુમાં ખુલ્લી જગ્યા જુગારધામ પકડી પાડતી પાલનપુર એલ.સી.બી. શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ ધામને સરસ્વતી ધામ તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી નજીક આવેલા પાન્છા ગામ બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લા એલ.સી.બી પોલીસ દ્ગારા રેડ કરતાં 7 આરોપી પકડી પાડયા હતા. તમામ આરોપીઓ પાલનપુર અને પાલનપુર પાસેના છે.
તેમની પાસેમાલ મુદ્દા પેટે પાંચ નંગ મોબાઈલ. 25,000 રોકડા અને 11,430 કુલ માલમુદા 36,430 કબજો લઈ આગળ ની કાર્યવાહી કરવામાં આવી હતી. શ્રાવણ માસની શરૂઆત થઈ નથી, પરંતુ અત્યારથી જુગારીઓ અલગ અલગ જગ્યા ઉપર જુગાર રમી રહ્યા છે અને પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે ત્યારે અંબાજી સ્થાનિક પોલીસ ઊંઘતી રહી હતી અને ૬૦ કિલોમીટર દૂરથી આવેલી પાલનપુર એલસીબી એ રેડ કરીને સુંદર કામગીરી કરી હતી.
પકડાયેલા આરોપી ના નામ
(૧) રજાકખાન અજીતખાન જાતે મકરાણી ઉ.વ.૨૨ હાલ રહે. બસ સ્ટેન્ડ પાસે પાંછા તા.દાંતા જી.બનાસકાંઠા મુળ રહે મફતપુરા મસ્જીદ પાસે પાલનપુર તા. પાલનપુર જી.બ.કાં
(૨) આમીરખાન અજીતખાન જાતે મકરાણી ઉ.વ.૩૨ રહે. મફતપુરા મસ્જીદ પાસે પાલનપુર, તા. પાલનપુર, જી.બ.કાં
(૩) ફિરદોસ હનીફભાઈ જાતે ભાટી ઉ.વ-૨૬ રહે. ત્રણ બત્તી લંગડીવાસ પાલનપુર તા.પાલનપુર, જી.બનાસકાંઠા
(૪) જાવેદ બસીરભાઈ જાતે સીંધી ઉ.વ-૩૨ રહે. માલણ દરવાજા મફતપુરા મસ્જીદ પાસે પાલનપુર, તા.પાલનપુર જી.બનાસકાંઠા
(૫) સાહીલખાન અયુબખાન જાતે બલોચ ઉ.વ-૨૮ રહે.માલણ દરવાજા મફતપુરા જાગૃતી ચોક પાલનપુર, તા.પાલનપુર જી.બ.કાં
(૬) સોયબ નાસીરખાન જાતે પઠાણ ઉ.વ-૨૩ રહે.માલણ દરવાજા રામાપીર મંદીર પાસે પાલનપુર તા.પાલનપુર, જી.બનાસકાંઠા
(૭) વસીમ ફરીદભાઈ જાતે શેખ ઉ.વ-૩૩ રહે.ત્રણ બત્તી ખારાવાસ પાલનપુર તા.પાલનપુર, જી.બનાસકાંઠા
રિપોર્ટ… અમિત પટેલ અંબાજી