Crime

રોકડ રૂ.૫૧,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં છ માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૧૯/૦૮/૨૦૨૩ના રોજ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ પાલીતાણા ટાઉન વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં હતાં. તે દરમ્યાન પાલીતાણામા બહારપરા,મીણા ભવનની સામે,રામ સોસાયટીમા રહેતા રાજુભાઇ વલ્લભભાઇના ઘર પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક માણસો જાહેર જગ્યામાં તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતાં હોવાની મળેલ માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબના માણસો ગંજીપત્તાના પાના-પૈસાથી તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતાં નીચે મુજબનાં મુદ્દામાલ સાથે મળી આવતાં તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આરોપીઓઃ-
1. રાજુભાઇ વલ્લભભાઇ મકવાણા ઉ.વ.૪૦ ધંધો-મજુરી રહે.બહારપરા, મીણા ભવનની સામે,પાલીતાાણા
2. ઘનશ્યામભાઇ  ચીથરભાઇ સરવૈયા ઉ.વ.૨૭ ધંધો-હિરાનો રહે.જામવાળી-૧ તા.પાલીતાણા જી.ભાવનગર
3. બીપીનભાઇ દામજીભાઇ ચાવડા ઉ.વ.૩૦ ધંધો-હિરાનો રહે.જામવાળી-૧ તા.પાલીતાણા જી.ભાવનગર
4. જીતુભાઇ દાનુભાઇ ગોહેલ ઉ.વ.૪૨ ધંધો-હીરાનો રહે.બહારપરા, મીણા ભવનની સામે,પાલીતાાણા જી.ભાવનગર
5. મુકેશભાઇ દામજીભાઇ પીપળીયા ઉ.વ ૪૧ ધંધો-ઇંટો પાડવાનો રહે.જામવાળી-૧ તા.પાલીતાણા
6. પ્રવિણભાઇ ત્રીભુવનભાઇ પીપળીયા ઉ.વ.૩૮ ધંધો-ઇંટો પાડવાનો રહે.જામવાળી-૧ તા.પાલીતાણા જી.ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૫૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫૧,૦૦૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી જયદાનભાઇ લાંગાવદરા, ફાલ્ગુનસિંહ ગોહિલ, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ દિલુભા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો

યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…

1 of 82

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *