Crime

રોકડ રૂ.૨૦,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપતાનાં પાનાનો જુગાર રમતાં ચાર માણસોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ  ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન જીવાપુર ગામની પાણીની ટાંકી છપરડી ધાર ઉપર લીંમડાનાં ઝાડ નીચે લાઇટના અંજવાળે ખુલ્લી જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઇ પૈસા તથા ગંજીપત્તાનાં પાના વડે હારજીતનો જુગાર રમતાં હોવાની માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો પાસેથી ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડ રૂ.૨૦,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવતાં મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. તેઓની વિરૂધ્ધ પાલીતાણા ટાઉન  પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આરોપીઓઃ-

1. હિંમતભાઇ મુળજીભાઇ ચાવડા ઉ.વ.૪૫ રહે.પ્રા.શાળાની બાજુમાં, જીવાપુર તા.પાલીતાણા જી.ભાવનગર
2. રાકેશભાઇ રાધુભાઇ રાઠોડ ઉ.વ.૨૭ રહે.ગણધોલ તા.પાલીતાણા જી.ભાવનગર
3. મુકેશભાઇ મોહનભાઇ બાંભણીયા ઉ.વ.૨૮ રહે.ગણધોલ તા.પાલીતાણા જી.ભાવનગર
4. રોહિતભાઇ પોપટભાઇ મકવાણા ઉ.વ.૨૭ રહે.ગણધોલ તા.પાલીતાણા જી.ભાવનગર

   કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, હરેશભાઇ ઉલ્વા, શકિતસિંહ સરવૈયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 72

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *